પાલનપુરના રતનપુર અને કે.મા.ચોક્સી રસીકરણ કેન્દ્રની જીલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી

Share

રાજ્ય સરકારની સુચના અને માર્ગદર્શન અનુસાર જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરેના સીધા નેતૃત્વમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કોરોના નિયંત્રણ માટે સઘન રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

[google_ad]

જીલ્લા વહીવટી તંત્રના અથાગ પ્રયાસોના પરીણામે કોરોના પ્રતિરોધક રસીકરણમાં બનાસકાંઠા જીલ્લો સમગ્ર રાજ્યમાં મોખરે છે. રસીકરણ અભિયાનને વેગ આપવા જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરે કોરોના રસીકરણના જૂદા-જૂદા કેન્દ્રોની જાતે મુલાકાત લઇ અધિકારીઓ અને કર્મચારીઓને હૂંફ પુરી પાડી રહ્યા છે.

[google_ad]

જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરેએ બુધવારે પાલનપુર તાલુકાના રતનપુર ગામ અને કે. મા. ચોક્સી શાળામાં રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી.

[google_ad]

 

રતનપુર ગામમાં વિવિધ મહોલ્લાઓમાં જઇ લોકોને સમજાવી રસી મૂકાવવા તેમણે ભારપૂર્વક અપિલ કરી હતી.

[google_ad]

 

તેમની અપિલના પગલે રતનપુર ગામમાં ઘણા યુવાનો અને મહીલાઓએ કોરોના પ્રતિરોધક રસી મૂકાવી હતી. તેમ બનાસકાંઠા જીલ્લા એપડેમીક મેડીકલ ઓફીસર ર્ડા. એન.કે.ગર્ગે જણાવ્યું છે.

 

From – Banaskantha Update


Share