ડીસાની બી.એસ.સી. કોલેજમાં વિદ્યાર્થી આત્મહત્યાને લઇ ન્યાય અપાવવા માટે નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું

Share

ડીસા તાલુકાના રસાણા ગામની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીની આત્મહત્યાને લઇને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી ભભૂકી ઉઠી છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીને ન્યાય અપાવવા માટે અને નર્સિંગ કોલેજના આચાર્ય તેમજ અન્ય કોઈપણ ગુનેગાર વ્યક્તિ હોય તેમને કડકમાં કડક સજા મળે તે માટે બુધવારે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ સાથે મૃત્યુ પામેલ વિદ્યાર્થીના પરિવારજનો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

[google_ad]

પોલીસ મથકે પહોંચી વિદ્યાર્થી અને પરિવારજનોએ જ માંગણી કરી હતી કે, તેમના પુત્ર ઉપર આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવ્યો છે. તે માટે ગુનેગાર ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે વિદ્યાર્થીઓ અને પરિવારજનો નાયબ કલેકટર કચેરીએ પહોંચી ન્યાય માટે આવેદનપત્ર પાઠવ્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.

[google_ad]

આ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી આત્મહત્યા કરે તેવો વિદ્યાર્થી ન હતો.

[google_ad]

 

 

 

પણ તેને માનસિક રીતે હેરાન-પરેશાન કરવામાં આવવાથી તેણે આ પગલું ભર્યું હોય એવું લાગી રહ્યું છે. તેમના વાલીઓને નર્સિંગ કોલેજના સ્ટાફ દ્વારા ફોન કરી અને માનસિક રીતે ધમકીઓ પણ આપવામાં આવી રહી છે.

[google_ad]

ત્યારે પરિવારજનો અને વિદ્યાર્થીઓએ બુધવારે પોલીસ સમક્ષ પણ આ વાતની રજૂઆત કરી હતી અને માંગણી પણ કરી હતી કે, પરેશ આત્મહત્યા પાછળ જે પણ વ્યક્તિ જવાબદાર હોય તેમને કાયદાકીય રીતે ઝડપીને યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં આવે વિદ્યાર્થીઓને જો યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી માર્ગ ઉપર ચાલીને પ્રતિક ઉપવાસ કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.

 

From – Banaskantha Update


Share