ડીસાના વાડીરોડ વિસ્તારના મંદિરમાં તસ્કરોએ ચોરી કરતાં ચકચાર

Share

બનાસકાંઠા જીલ્લામાં ભગવાન પણ સુરક્ષિત નથી રહ્યા. ડીસા શહેરના વાડીરોડ વિસ્તારમાં અંબે માતાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવીને મંદિરની દાન પેટી અને માતાજીના આભૂષણોની ચોરી કરી જતાં ચકચાર મચી ગઈ છે.

[google_ad]

સૌની રક્ષા કરતાં ભગવાન જ બનાસકાંઠા જીલ્લામાં અસુરક્ષિત હોય તેવું જોવા મળી રહ્યું છે. વેપારી મથક ડીસા શહેરમાં તસ્કરોએ વાડીરોડ વિસ્તારમાં આવેલા અંબે માતાના મંદિરને નિશાન બનાવ્યું છે. આ મંદિર ભકતોમાં અનેરી આસ્થા ધરાવે છે અને અસંખ્ય ભક્તો તેમની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરતાં હોય છે. પરંતુ લોકોની આસ્થાના પ્રતિક સમાન અંબે માતાના આ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે.

[google_ad]

 

આ મંદિર શહેરના ભરચક વિસ્તારમાં આવેલું છે અને રાત્રિ દરમ્યાન તસ્કરોએ આ મંદિરમાં રાખવામાં આવેલી દાન પેટી અને માતાજીનાં આભૂષણોની ચોરી કરી ગયા છે. વહેલી સવારના સમયે જ્યારે આ મંદિર પર દર્શનાર્થીઓ માતાજીનાં દર્શન કરવા માટે પહોંચ્યા ત્યારે મંદિરમાં ચોરી થઈ હોવાનું જણાઈ આવતા આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરી હતી. અંબાજી મંદિરમાં અંદાજિત રૂ. 30,000 ની ચોરી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

[google_ad]

 

લોકોની રક્ષા કરનાર ભગવાનના મંદિરો જ્યારે સુરક્ષિત ના રહેતા હોય ત્યારે સામાન્ય લોકોની સુરક્ષાની તો વાત જ શું કરવી..? ડીસાના વાડીરોડ વિસ્તારમાં આવેલા મંદિર પર બનેલી ચોરીની ઘટના પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવી રહી છે. જે રીતે પોલીસ શ્રાવણ માસમાં ખૂણા-ખાંચરામાં રમતા જુગારની હકીકત મેળવી શક્તિ હોય તો જાહેર માર્ગ પર આવેલા લોકોની આસ્થા સમાન મંદિરમાં થતી ચોરીની ઘટનાઓ કેમ અટકાવી શક્તિ નથી.

 

From – Banaskantha Update


Share