બનાસકાંઠા જિલ્લામાં ફરી સક્રિય બન્યું ચોમાસુ : લાંબા સમયથી રાહ જોઈ બેઠેલ ખેડૂતોમાં પણ ખુશી

Share

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતા જ વરસાદની શરૂઆત થઇ હતી પરંતુ ત્યારબાદ વરસાદ ન થતાં બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા હતા પરંતુ આજે અચાનક લાંબા વિરામ બાદ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતાં વરસાદ ખેંચાતા નિરાશ થયેલા ખેડૂતોના ચહેરા પણ ખીલી ઉઠ્યા હતા.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતા ખેડૂતો મોંઘાદાટ બિયારણો લાવી પહેલા વરસાદે વાવણી કરી ચોમાસુ સિઝનની શરૂઆત કરી હતી પરંતુ જે પ્રમાણે વરસાદ ખેંચવા લાગ્યા જેને લઇને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા લાંબા વિરામ બાદ વરસાદ ના થતા ખેડૂતો તેમજ પશુપાલકની હાલત કફોડી થઇ ગઇ હતી.

[google_ad]

તો બીજી તરફ બનાસકાંઠાના જીવાદોરી સમાન ગણાતા ત્રણ જળાશયોના તળિયા દેખાતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ ના ડાકલા વાગી રહ્યા હતા પરંતુ આજે એકા એક બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો સર્જાયો તેમજ ભારે પવન અને ગાજવીજ સાથે બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ થતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તેમજ પશુપાલક વરસાદ ખેંચાતા નિરાશ થયેલા તેમના ચહેરા પર ખુશીની લાગણી છવાઈ હતી.

[google_ad]

તેમજ ખેડૂતોનું માનવું છે કે હાલ ચાલી રહેલ મઘા નક્ષત્રમાં જો વરસાદનું આગમન થાય તો ખેતીમાં ફાયદો થવાની આશા ખેડૂતોએ વ્યક્ત કરી હતી. તેમજ લાંબા સમયથી વરસાદ ન થતા અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો પણ આજે લાંબા સમયથી વરસાદનું આગમન થતા લોકોએ અસહ્ય બફારાથી છુટકારો મેળવ્યો હતો.

 

From – Banaskantha Update


Share