વિદ્યાર્થીની આત્મહત્યાને લઇ રસાણા નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓનો વિરોધ : વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂક્યો

Share

બનાસકાંઠા જીલ્લામાં આવેલી ભારત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીએ અમદાવાદ સાબરમતી નદીમાં આત્મહત્યા કરી હોવાની ઘટના બનતાં ચકચાર મચી ગઈ છે. આ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના મોતનું કારણ કોલેજના સંચાલક હોવાના આક્ષેપો કરી કોલેજના આચાર્ય અને પ્રાધ્યાપક સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

[google_ad]

પાલનપુર-ડીસા હાઇવે પર આવેલી ભારત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે. અને તેમના રોષનું કારણ છે કે, આ કોલેજના વિદ્યાર્થીએ તાજેતરમાં અમદાવાદની સાબરમતી નદીમાં જંપલાવીને કરેલી આત્મહત્યા છે. કોલેજ બહાર ધરણાં કરી રહેલા વિધાર્થીઓનું માનીએ તો આ કોલેજમાં અભ્યાસ કરતાં પરેશ સુથાર નામના વિદ્યાર્થીને કોલેજમાં પરીક્ષા દરમ્યાન કોપી કરવાના કારણોસર પકડી પાડવામાં આવ્યો હતો. અને ત્યારબાદ મૃતક વિદ્યાર્થી દ્વારા કોલેજ પાસે માફી માંગવામાં આવી હોવા છતાં કોલેજ દ્વારા આ વિદ્યાર્થીને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

[google_ad]

જેથી હતાશ થયેલા પરેશ સુથારે અમદાવાદ પહોંચી સાબરમતી નદીમાં જંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. કોલેજ બહાર પરેશના મોત બાદ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ આક્ષેપો કર્યો છે કે તેની આત્મહત્યા પાછળનું કારણ કોલેજમાં આચાર્ય અને એક પ્રાધ્યાપક હોવાનું જણાવ્યુ છે. આ ઘટનાને પગલે મંગળવારે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ સંકુલની બહાર પહોંચી મૃતક પરેશ સુથારને ન્યાય મળે તે માટે આ ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરવા ઉપરાંત કોલેજના પ્રિન્સિપાલ અને પ્રાધ્યાપકને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.

[google_ad]

આ ઘટનાને પગલે કોલેજના સંચાલકોએ જણાવ્યું હતું કે, આ અંગે તપાસ કરવામાં આવશે અને જે કસૂરવાર હશે તેમની સામે કડક પગલાં ભરવાની ખાતરી આપી છે. કોલેજના સંચાલક મંડળની ખાતરી બાદ વિદ્યાર્થીઓ શાંત પડયા હતા. અને 12 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવાનો સંચાલકોને વિદ્યાર્થીઓએ સમયગાળો આપ્યો છે. અને જો તેમ કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા આગામી સમયમાં પરેશ સુથારના ન્યાય માટે ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

 

From – Banaskantha Update


Share