ડીસાના ગાંધી ચોક પાસે વેપારીઓ દ્વારા રસ્તાને ખુલ્લો કરવાની માંગ કરાઇ

Share

બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં શાળાના બાંધકામ માટે બંધ કરવામાં આવેલા માર્ગે વેપારીઓની હાલત કફોડી કરી દીધી છે.

[google_ad]

 

આ રસ્તો બંધ થવાના લીધે વેપારીઓના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે અને વેપારીઓ આ રસ્તાને ફરીથી ખુલ્લો કરવાની માંગ કરી રહ્યા છે.

[google_ad]

વેપારી મથક ડીસા શહેરના હાર્દ સમાન ગાંધીચોક વિસ્તારમાં ડીસાની મોટાભાગની વેપારી પેઢીઓ આવેલી છે અને આ વિસ્તારને જ ડીસાનો મુખ્ય વિસ્તાર માનવામાં આવે છે.

[google_ad]

 

 

પરંતુ છેલ્લા કેટલાંક મહિનાથી આ વિસ્તારના ધંધા-રોજગાર પર માઠી અસર જોવા મળી રહી છે અને તેનું મુખ્ય કારણ આ વિસ્તારમાં એક શાળાનું બાંધકામ કરવા માટે અહી એક રસ્તો હતો તે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

[google_ad]

આ રસ્તો ડીસા શહેરના ગાંધીચોકને જોડતો મહત્વનો રસ્તો હોવાથી આ રસ્તો બંધ થઈ જવાના લીધે અહી આવતા લોકોની અવર-જવર ખૂબ જ ઓછી ગઈ થઈ છે અને તેની અસર આ વિસ્તારના ધંધા રોજગાર પર પડી રહી છે.

[google_ad]

Advt

 

 

અહી આવેલી તમામ વેપારી પેઢીઓ રસ્તો બંધ થવાના લીધે મુશ્કેલીમાં મુકાઇ ગઈ છે. અને આ રસ્તો ઝડપથી ખુલ્લો કરવાની માંગ કરી રહી છે.

 

From – Banaskantha Update


Share