પાલનપુર અને ડીસામાં સાદગીપૂર્વક રીતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રા યોજાઇ

Share

સમગ્ર ગુજરાતમાં સોમવારે શ્રાવણ વદ-આઠમના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જીલ્લામાં પણ સોમવારે તમામ તાલુકાઓમાં ભગવાન શ્રીકૃષ્ણની જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઇ હતી.

[google_ad]

ત્યારે ડીસામાં પણ કોરોના મહામારી ગાઈડલાઈન પ્રમાણે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા યોજાઇ હતી.

[google_ad]

સમગ્ર ગુજરાતમાં શ્રાવણ વદ-આઠમના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના પર્વ એટલે જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરતાં હોય છે.

[google_ad]

 

ત્યારે બનાસકાંઠા જીલ્લાના તમામ તાલુકાઓમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હોય છે. ત્યારે ડીસા શહેરમાં પણ દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં વિવિધ વેશભૂષાઓથી સજ્જ બની નાના બાળકોએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું.

[google_ad]

પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે લોકોમાં કોરોનાનું સંક્રમણ ન વધે જેના કારણે ધાર્મિક તહેવારો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

[google_ad]

 

ત્યારે સોમવારે શ્રાવણ વદ-આઠમે ભગવાન શ્રીકૃષ્ણના પર્વ એટલે જન્માષ્ટમી સોમવારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી 50 જેટલાં કાર્યકરો સાથે સાદગી રીતે ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શોભાયાત્રા મુખ્ય માર્ગો પર ફરી હતી.

 

From – Banaskantha Update


Share