સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક આવેલ ધાબાવાળી વાવ ગામ પાસે વેગેનર કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે અંબાજી કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
[google_ad]
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે ત્યારે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક અંબાજી દાતા માર્ગ પર આવેલ ધાબાવાળી વાવ ગામ પાસે મહેસાણાના મિત્રો અંબાજી દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરી પરત ફર્યા હતા તે સમયે વેગેન કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજા થતાં 108 મારફતે અંબાજી કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
From – Banaskantha Update