ધાનેરા – રાજસ્થાનના બોર્ડરના ગામડાઓમાં મેઘમહેર : વરસાદનું થયું આગમન

Share

ધાનેરાને અડીને આવેલા રાજસ્થાનના બોર્ડર નજીક સોમવારે સાંજે ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા સમયથી જીલ્લામાં જોવાઇ રહી હતી વરસાદની કાગડોળે રાહ ત્યારે ભારે પવન સાથે વરસાદનું આગમન થતાં ખેડૂતો હરખાયા છે. ભારે પવન સાથે ઝરમર વરસાદની એન્ટ્રી થઇ છે. ગરમીના ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણના પલ્ટાની સાથે વરસાદની એન્ટ્રીથી ઝરમરીયો વરસાદ વરસ્યો હતો.

[google_ad]

ધાનેરા તાલુકાને અડીને આવેલા રાજસ્થાનના બોર્ડર નજીક સોમવારે સાંજે બાપલા, વાછોલ અને વક્તાપુર જેવા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવતાં ભારે પવન સાથે વરસાદનું આગમન થતાં ખેડૂતોના ચહેરા ખીલ્યા છે.

[google_ad]

ઘણા સમયથી જીલ્લામાં જોવાઇ રહી હતી વરસાદની કાગડોળે રાહ ત્યારે ભારે પવન સાથે વરસાદનું આગમન થતાં ખેડૂતો હરખાયા છે. જોકે, છેલ્લા દોઢ માસથી વરસાદની ચિંતા કરતાં ખેડૂતોનો પાક બળીને ખાખ થઇ ગયો છે. ત્યારે ભારે પવન સાથે ઝરમર વરસાદની એન્ટ્રી થઇ છે. ગરમીના ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલ્ટાની સાથે જ ઝરમરીયા વરસાદની એન્ટ્રી થઇ છે. મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોમાં હરખની હેલી ખીલી ઉઠી છે.

 

From – Banaskantha Update


Share