ડીસા બસ સ્ટેશનમાં આવેલ શૌચાલયને બંધ કરી દેવાતા મુસાફરો જાહેરમાં જવા મજબુર

Share

ડીસાના નવા બસ સ્ટેશનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રિનોવેશન માટેની કામગીરી ચાલુ કરવામા આવેલ છે ત્યારે હાલમાં બસ સ્ટેશનમાં આવેલ એક માત્ર શૌચાલયને છેલ્લા અઠવાડિયાથી રિનોવેશન માટે બંધ કરી દેવાતા અને એસ.ટી તંત્ર દ્વારા શૌચ માટેની કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા મુસાફરી કરવા આવતી જતી જનતા ત્રાહિમામ પોકરી ઉઠી છે અને શૌચાલયની કોઈ પણ સુવિધા ન કરાતા મુસાફરો બસ સ્ટેશન આસપાસ જાહેર શૌચ કરતા નજરે પડી રહ્યા છે.

[google_ad]

તેમા શૌચ માટે સૌથી વિકટ પરિસ્થિતિ મુસાફર મહીલાઓની થઈ રહી છે કેટલાક મહીલાઓ ન છુટકે જાહેરમાં શૌચ માટે મજબૂર પણ બનતી નજરે પડી રહી છે જો એક બાજુ સરકાર તરફથી ‘નારી તુ નારાયણી’ જેવા કાર્યક્રમો યોજવામાં આવતા હોય અને તેમની કામગીરીને બિરદાવી તેમનુ સન્માન કરાતુ હોય ત્યારે ડીસા બસ સ્ટેશનમાં તંત્ર દ્વારા મુસાફરો જેમા ખાસ કરીને મહીલા મુસાફરો માટે શૌચાલયની કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા વગર બસસ્ટેન્ડનું શૌચાલય રિનોવેશન માટે બંધ કરી દેતા મુસાફર જનતા પરેશાની ભોગવી રહી છે.

[google_ad]

મુસાફરો જણાવ્યું હતુ કે એસ.ટી તંત્ર દ્વારા શૌચાલય રિનોવેશન માટે બંધ કરાયુ છે પરંતુ તેમને મુસાફરોના શૌચાક્રિયા માટે કોઈ વ્યવસ્થા ન કરેલ હોવાથી આજે જેને આપણે નારી તુ નારાયણીથી બિરદાવી રહ્યા છે તે જાહેરમાં શૌચ કરવા મજબુર બની છે. ખરેખર સમાજ અને તંત્ર માટે શરમ જનક બાબત કહેવાય.

[google_ad]

અંત્રે ઉલ્લેખનીય છે કે એસ.ટી તંત્ર દ્વારા બસ સ્ટેશનના શૌચાલયને રિનોવેશન કરવામાં આવી રહ્યુ છે તે કામગીરીને વેગ આપી જનતા માટે ખુલ્લુ મુકવામાં આવે અને શૌચાલયની હાલ પુરતી વૈકલ્પિક વ્યવસ્થા કરાય તે અત્યંત જરૂરી છે.

 

From – Banaskantha Update


Share