ડીસાના એક ગામની દીકરીને સાસરી પક્ષ દ્વારા શારીરિક – માનસિક ત્રાસ આપતા નોંધાઇ ફરિયાદ

Share

ડીસા તાલુકાના નાની આખોલ ગામની 2 દીકરીઓને સાસરી પક્ષ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરી મારઝૂડ ખરી ઘરેથી કાઢી મૂકતા પતી સહિત ચાર વિરૂધ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

[google_ad]

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાની આખોલ ખાતે રહેતા લીલાબેન મેવાજી ઠાકોરના તેમજ તેની બહેન ભાવનાબને મેવાજી ઠાકોરના તેમના સમાજના રીતિ રિવાજ પ્રમાણે આજથી 12 વર્ષ અગાઉ દાંતીવાડાના વડવાસ ખાતે રહેતા હાલ રહે.પાલનપુરના વણુસિંહ ધુડસિંહ વાઘેલાના દીકરા ભરતસિંહ વાઘેલા સાથે લીલાબેન સાથે લગ્ન થયા હતા તેમજ પરબતસિંગ વાઘેલા સાથે ભાવનાબેનના લગ્ન થયા હતા.

 

[google_ad]

લીલાબનેને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. તેમજ ભાવના બેનને બે દીકરા છે. લીલાબનેની બહેન ભાવનાબનેના પતિ પરબતસિંગ વાઘેલાનું ડોઢ વર્ષ પહેલાં તેમનું અવશાન થયું હતું. શરૂઆતમાં 5 વર્ષ ઘર સંસાર સારી રીતે ચાલતો હતો ત્યાર બાદ લીલાબનેના પતિ ભરતસિંહ તેમજ તેના દિયર સેલસિંહ તેમજ સાસુ સુરજબેન તેમજ સસરા વણુસિંહ આ તમામ બંને બહેનો એક જ ઘરમાં હોઈ નાની નાની બાબતે ઘરકામ બાબતે મેણા ટાણા મારી અવાર નવાર હેરાન પરેશાન કરતા પરંતુ લીલાબને તેમજ ભાવનાબેનનો ઘર સંસાર ન બગડે જેથી શહેન કરી રહેતા.

 

[google_ad]

ત્યાર બાદ તા.30-08-2017 રોજ લીલાબેનનેના પતિ ભરતસિંહ લીલાબેનને કહેલ કે તું ઘર કામ બરાબર કરતી નથી તેમજ તારા પિતાએ દહેજમાં કઈ આપ્યું નથી તો તું એક લાખ રૂપિયા લઈ આવે ત્યારે લીલાબને એ કહેલ કે મારા પિતા ગરીબ છે આટલા રૂપિયા તેમની પાસે નથી તેમ કહેતા લીલાબનેનો પતિ ભરતસિંહ એકદમ ઉશ્કેરાઈ જઈ માં-બહેન સામે ભૂંડી ગાળો બોલવા લાગેલ તેમજ લીલાબનેનો દિયર સેલસિંહ તેમજ સાસુ સુરજબેન તેમજ સસરા વણુસિંહ આ તમામ લીલાબેનના પતિ ભરતસિંહને ચડામણી કરી ઉશ્કેરાઈ લીલાબેન સાથે ઝઘડો કરેલ તેમજ મારમારવા લાગેલ તેમજ અવાર મવાર મારઝૂડ કરતા તેમજ ભરતસિંહ કહેતા કે મારે તને પત્ની તરીકે રાખવી નથી તેમ કહી પહેરેલા કપડે લીલાબેનને ઘરેથી કાઢી મુકેલ.

 

[google_ad]

ત્યાર બાદ લીલાબનેની બહેન ભાવના બેનને પણ આ તમામ સાસરીના લોકો અવાર નવાર હેરાન કરી શારીરિક માનસિક ત્રાસ આપી ઘરેથી કાઢી મુકેલ ત્યાર બાદ આજે તમામ વિરુદ્ધ લીલાબને દ્વારા તેના પતિ સાસુ સસરા તેમજ દિયર વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફફિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share