દાંતામાં 40 કિ.મી. સુધી નવજાત બાળકોને કૃતિમ શ્વાસ આપી 108ની ટીમે જીવતા રખાયા

Share

108ને 14 વર્ષ પુરા થયા છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં હજારો લોકોના 108એ જીવ બચાવ્યા છે. દાંતમાં ગત મહિને 23 જુલાઈએ 108ને કોલ મળતાં ઇએમટી નિશાબેન ઠાકોર અને પાયલોટ સજ્જન સિંહ બારડ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

[google_ad]

જ્યાં નવજાત બાળક જોડિયા બાળકોની ગંભીર પરિસ્થિતિ હતી. શ્વાસ લેવામાં તકલીફ હોવાથી 108 એમ્બ્યુલન્સમાં નિશાબેન ઠાકોરે અમદાવાદ 108 હેડ ઓફિસ ખાતે ડોક્ટરની સલાહ સુચન મુજબ કુત્રીમ શ્વાસ આપી બંને જોડિયા બાળકોનો જીવ બચાવ્યો હતો.

Advt

[google_ad]

બાળકોની માતા ગોમીબેનને પણ ખબર જ નહોતી કે તેમની જોડિયા બાળક છે. 108ના કર્મીએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે પ્રસૂતા મહિલાની અધૂરા મહિને ડિલિવરી થઈ હતી જેમાં એક બાળકનું હૃદય બંધ હતું તે 108ના ઇએમટી નિશાબેનએ CPR આપીને ફરીથી હૃદય ધબકતું કર્યું હતું.

 

From – Banaskantha Update


Share