ઇકબાલગઢ નજીક આવેલા મહાદેવીયા ગામમાં વીજ કરંટ લાગતાં 6 ભેંસના ઘટનાસ્થળે મોત

Share

અમીરગઢ તાલુકાના કપાસીયા ગામના પશુપાલક ડેરી ગામના ખેતરમાં રહે છે. ત્યારે શનિવારે બાજુમાં આવેલ મહાદેવીયા ગામની સીમમાં ખેતરમાં ભેંસો ચરાવવા જતાં 6 ભેંસોને વીજ કરંટ લાગતાં ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, અમીરગઢ તાલુકાના કપાસીયા ગામના નેતીભાઇ ધર્માભાઇ દેસાઇ પોતાના પશુઓ સાથે ઇકબાલગઢ જાડે આવેલ ડેરી સીમમાં રહે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે તેવો રોજીંદી પ્રક્રિયા પ્રમાણે શનિવારે બાજુમાં મહાદેવીયા ગામની સીમના ખેતરમાં ભેંસો ચરાવવા ગયા હતા.

[google_ad]

ત્યારે ખેતરમાંથી જતી 24 કલાક વીજ લાઇનના થાંભલાનો તાંણીયો થ્રી ફેજની લાઇનને અડતાં જ ભેંસોને કરંટ લાગતા 6 ભેંસોનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં આજુબાજુના ખેતર માલિકો દોડી આવ્યા હતા. જ્યારે એક ભેંસનો આબાદ બચાવ થયો હતો અને એક ભેંસ ગંભીર રીતે દાઝી હતી. આ ઘટનાની જાગૃત નાગરિક દ્વારા જાણ કરાતાં વીજ કર્મચારીઓ અને પશુ ચિકીત્સક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારે વીજ કંપની દ્વારા આ પશુ માલિકને નુકશાનનું યોગ્ય વળતર અપાય તેવી પશુપાલક દ્વારા માંગણી કરવામાં આવી છે.

From – Banaskantha Update


Share