પાલનપુરમાં પોલીસથી બચવા ભાગેલ જુગારી યુવક પટકાતા મોતને ભેટ્યો

Share

બનાસકાંઠા જીલ્લામાં શ્રાવણીયા જુગારની બદીને રોકવા માટે જીલ્લા પોલીસવડા દ્રારા તમામ પોલીસ મથકોએ કડકપણે સુચનાઓ આપવામાં આવી છે જેના ભાગરુપે પાલનપુર તાલુકાની ગઢ પોલીસ મથકની ટીમે ચંડીસર નજીક ચાલતા જુગારધામ પર રેઇડ કરી હતી જેમાં જુગાર રમતો એક યુવક ભાગવા જતા પટકાયો હતો તેનું સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.

 

[google_ad]

જેના પગલે સિવિલ હોસ્પીટલ ખાતે મૃતક યુવકના પરિવારજનોના ટોળે ટોળા એકઠા થયા હતા અને મૃતક યુવકની લાશ લેવાનો ઈન્કાર કરતા સામાજીક આગેવાનો દ્રારા સમજાવટ કરતા પોલીસ દ્રારા મોડી રાતે મૃતકની લાશનુ પીએમ કરાવી પરિવારજનોને સોંપવામાં આવી હતી.

[google_ad]

પાલનપુર તાલુકાના ચંડીસર ગામે આવેલી GIDCમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગઢ પોલીસ મથકની ટીમેં આ જુગાર ધામપર ઓચિંતી રેઈડ કરવા પહોંચતા અહીં જુગાર રમતા કેટલાક શખ્સો પોલીસ પકડથી બચવા ભાગવા લાગ્યા હતા તો 11 શખ્સો જુગારની રેઈડ દરમિયાન ઝડપાઈ ગયા હતા અને તેમની પાસેથી પોલીસે 2,85,800નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.

 

[google_ad]

જેમાં પાલનપુર તાલુકાના સલ્લા ગામના સુનિલ ભાઈ કોટડીયા પતરાના શેડ કૂદીને ભાગવા જતા તે જમીન પર પટકાતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતા પરીવારજનો સીવીલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને લાશ લેવાનો ઈન્કાર કરતા સામાજીક આગેવાનોની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો. મહત્વની વાત એ છે કે જુગારની બદીના કારણે આજે એક પરિવારે પોતાનો દિકરો ગુમાવ્યો છે સમાજ માટે લાલ બતી સમાન કિસ્સો છે.

 

From – Banaskantha Update


Share