દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં મંત્રીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતિની ઉજવણી કરાઇ

Share

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનજમેન્ટ અને યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને “કસુંબીનો રંગ” ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

[google_ad]

આ પ્રસંગે મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, આપણા દેશની આઝાદીના 75વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં 75 અઠવાડીયા સુધી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોતાની કલમ અને લોકસાહિત્ય દ્વારા આઝાદીની લડતમાં મહત્વનું યોગદાન આપનારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે 125મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ‘‘કસુંબીનો રંગ ઉત્સવ’’ ઉજવાઇ રહ્યો છે.

[google_ad]

યુવાનોમાં દેશભક્તિ ઉજાગર કરવાનું કામ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કર્યુ છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુંદ આપ્યું હતું તેવા લેખક, સાહિત્યકાર અને પત્રકાર ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતની સંસ્કૃતિને જીવંત રાખવા અનેક પ્રવાસો કરી અઢળક સાહિત્યસર્જન અને લેખન દ્વારા સંસ્કૃતિને બચાવવા સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું. પોતાની ધારદાર કલમ વડે નવી પેઢીમાં જોમ-જુસ્સો, રાષ્ટ્રભાવના અને આત્મબળ પુરૂ પાડવાનું કામ આ મહાન સાહિત્યકારે કર્યુ છે.

[google_ad]

મેઘાણીએ અનેક નવલકથાઓ, શૌર્યગીતો, કાવ્યો, શિવાજીનું હાલરડું, કસુંબીનો રંગ જેવા અમર કાવ્યોની રચના કરી ગુજરાતી સાહિત્ય અને સમાજની ખુબ મોટી સેવા કરી છે. તો સૌરાષ્ટ્રની રસધાર સહિતના અનેક લેખોમાં તેમણે પ્રેરણાદાયી વાતો લખી છેવાડાના માનવીની વેદનાને વાચા આપી છે. આપણી નવી પેઢી આઝાદીકાળનું સાહિત્ય વાંચે તથા આપણી ભાતીગળ સંસ્કૃતિથી પરિચીત થાય અને તેમાંથી પ્રેરણા મેળવે તે માટે તેમના સાહિત્યના અનેક પુસ્તકો ગ્રંથાલયોમાં આપવામાં આવ્યા છે. આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં મજબુત અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે આપણે પણ દેશના વિકાસમાં યોગદાન આપી વિકાસયાત્રાને આગળ ધપાવામાં સહભાગી બનીએ.

[google_ad]

‘‘કસુંબીનો રંગ ઉત્સવમાં’’ મેઘાણી રચિત રચનાઓ મારું મન મોર બની થનગાટ કરે…, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.. સહિતના ગીતો અને લોકસાહિત્ય દ્વારા કલાકાર નિલેશભાઇ બુંબડીયા અને તેમની ટીમ દ્વારા સુંદર કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતાં. જેને ઉપસ્થિત શ્રોતાઓએ મન ભરીને માણ્યો હતો. કાર્યક્રમના પ્રારંભમાં દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. આર. એમ. ચૌહાણે સ્વાગત પ્રવચન કર્યુ હતું.

[google_ad]

આ પ્રસંગે મંત્રીના હસ્તે બનાસકાંઠા જીલ્લાની લાયબ્રેરીઓના ગ્રંથપાલોને મેઘાણીના પુસ્તકો આપવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં સંસદ સભ્ય પરબતભાઇ પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશભાઇ અનાવાડીયા, પૂર્વ મંત્રી હરજીવનભાઇ પટેલ, અગ્રણીઓ સર્વ ગુમાનસિંહ ચૌહાણ, દિલીપભાઇ વાઘેલા, કુનભાઇ વ્યાસ, ડાહ્યાભાઇ પિલીયાતર, ગણપતભાઇ રાજગોર, મેરૂજી ધુંખ, મંત્રીના પી.એસ. આર. કે. ચૌધરી, નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલ, ધાનેરા પ્રાંત અધિકારી યોગેશ ઠક્કર, જીલ્લા યુવા વિકાસ અધિકારી પ્રિતેષ સોની, ગ્રંથપાલો સહિતના અધિકારીઓ અને કૃષિ યુનિવર્સિટીના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

From – Banaskantha Update


Share