બનાસકાંઠા જીલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસના ધાનેરાના ધારાસભ્યે મુખ્યમંત્રીને આવેદનપત્ર લખ્યો

Share

બનાસકાંઠા જીલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા શનિવારે કોંગ્રેસના ધાનેરાના ધારાસભ્યે લેખિતમાં મુખ્યમંત્રીને આવેદનપત્ર લખ્યો છે. જેમાં તમામ તાલુકામાં ઘાસચારા માટે ડેપો શરૂ કરવા માંગણી કરાઇ છે. ગામોમાં પીવાના પાણી માટે ટેન્કર શરૂ કરવા અને પાઇપલાઇન મારફતે પાણી પુરુ પાડવું તે માટે રજૂઆત કરાઇ છે. ખેડૂતોને પૂરતાં પ્રમાણમાં વીજળી આપવા રજૂઆત કરી છે. પાક નિષ્ફળ ગયો હોય તેવા ખેડૂતોનું વીજ બીલ માફ કરવા રજૂઆત કરી છે.

[google_ad]

ચાલુ વર્ષે 2021માં ચોમાસા દરમિયાન બનાસકાંઠા જીલ્લામાં વરસાદનું પ્રમાણ નહીવત હોવાના કારણે ખેડૂતોની પરિસ્થિતિ વિકટ બની છે. પશુધનને પાળવા પણ મુશ્કેલ બન્યા છે. ત્યારે કોંગ્રેસના ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલે શનિવારે બનાસકાંઠા જીલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને લેખિતમાં આવેદનપત્ર લખ્યો છે.

[google_ad]

 

જેમાં તમામ તાલુકામાં ઘાસચારા માટે ડેપો શરૂ કરવા માંગણી કરાઇ છે. ગામોમાં પીવાના પાણી માટે ટેન્કર શરૂ કરવા અને પાઇપલાઇન મારફતે પાણી પુરુ પાડવું તે માટે રજૂઆત કરાઇ છે. ખેડૂતોને પૂરતાં પ્રમાણમાં વીજળી આપવા રજૂઆત કરી છે. પાક નિષ્ફળ ગયો હોય તેવા ખેડૂતોનું વીજ બીલ માફ કરવા રજૂઆત કરી છે. લોકોને રોજગારી પુરી પાડવા રાહત કામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. ખેડૂતોના દેવા સરકાર માફ કરે તેવી રજૂઆત કરી છે. ખેડૂતોને વિના વ્યાજે લોન આપવામાં આવે તેવી રજૂઆત કરાઇ છે.

 

From – Banaskantha  Update

 


Share