ધાનેરામાં નગરપાલિકાએ જે.સી.બી. મશીનથી અડચણરૂપ દબાણો હટાવ્યા

Share

ધાનેરામાં નગરપાલિકા દ્વારા શનિવારે નગરપાલિકા કેમ્પસની આજુબાજુ અડચણરૂપ દબાણો જે.સી.બી. મશીનથી હટાવ્યા હતા. જેમાં લારી-ગલ્લા અને દુકાન બહાર કરેલ અડચણરૂપ દબાણો હટાવી નગરપાલિકાના સત્તાધીશોએ દબાણ કરતાં તત્વોને કડક સુચનાઓ આપી હતી.નગરપાલિકાની લાલ આંખથી અન્ય દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો.

[google_ad]

ધાનેરામાં નગરપાલિકા દ્વારા શનિવારે અડચણરૂપ દબાણ હટાવવાની ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં નગરપાલિકા કેમ્પસની આજુબાજુ અડચણરૂપ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઇ છે. જ્યારે લારી-ગલ્લા અને દુકાન બહાર કરેલ અડચણરૂપ દબાણો જે.સી.બી. મશીનથી હટાવી નગરપાલિકાના સત્તાધીશોએ કડક સુચનાઓ આપી હતી કે, દબાણ કરતાં તત્વોને ફરીથી આ જગ્યા પર દબાણ ન કરવું નહીતર દંડાત્મક કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.

[google_ad]

 

નગરપાલિકાના સત્તાધીશોએ પોલીસ બંદોબસ્ત સાથે રાખી અડચણરૂપ દબાણો હટાવવાની કામગીરી કરાઇ છે. જ્યારે નગરપાલિકાની લાલ આંખથી અન્ય દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો.

 

From – Banaskantha Update


Share