પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસેથી કતલખાને જતી ઘેટા બકરા ભરેલી બે ટ્રકો ઝડપાઈ

Share

બનાસકાંઠા જીલ્લામાં શનિવારે ફરી એકવાર કતલખાને ઘેટાં બકરા ભરીને જઈ રહેલી બે ગેરકાયદેસર ટ્રકો ઝડપાઈ ગઈ છે.

[google_ad]

 

જીવદયાપ્રેમીઓએ રાજસ્થાનથી ઘેટાં બકરા ભરીને અમદાવાદ રાણીપ કતલખાને જતી બે ટ્રકો ઝડપી ડીસાની કાંટમાં આવેલી રાજપુર ડીસા પાંજરાપોળને સોંપવામાં આવી છે. જ્યારે પાલનપુર તાલુકા પોલીસે ટ્રક ચાલકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી પશુઓની તસ્કરી ખૂબ જ વધી ગઈ છે. તેમજ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પણ કતલખાને જતા પશુઓની હેરાફેરી ચાલુ રહેતા જ જીવદયાપ્રેમીઓ વધુ સક્રિય બન્યા છે. તે દરમ્યાન ગત મોડી રાત્રે રાજસ્થાનથી અમદાવાદના રાણીપ ખાતે ગેરકાયદેસર રીતે કતલખાને પશુધન મોકલવામાં આવી રહ્યું હતું.

[google_ad]

જે અંગેની માહિતી મળતા જીવદયા કાર્યકરો અબોલ જીવો બચાવવા પહોંચ્યા હતા.અને પાલનપુર તાલુકા પોલીસને સાથે રાખીને ખેમાણા ટોલ બુથ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી શંકાસ્પદ બે ટ્રકો રોકાવી તલાસી લેતાં જેમાં એક ટ્રક નંબર GJ-18-BT-2786 ના ચાલક ને પૂછતાં તેનું નામ જાકબખાન શફીકખાન મંગળીયા (રહે.ઇટાડીયા, તા.ચોહટન, જી.બાડમેર) તેમજ બીજા ટ્રક નંબર RJ-04-GB-7177 ના ચાલકનું નામ પૂછતાં નવાબખાન મીશ્રીખાન મંગળીયા (રહે.નિમ્બાસર, તા.શિવ, જી.બાડમેર) રાજસ્થાન વાળા હોવાનું જણાવેલ તેમાંથી ગેરકાયદેસર ઘેટા બકરાનો જથ્થો મળી આવ્યો હતો.

[google_ad]

પોલીસે બે ટ્રકોમાં ખીચોખીચ ભરેલા 656 ઘેટા બકરા બચાવી ડીસાની કાંટમાં આવેલી રાજપુર ડીસા પાંજરાપોળ ખાતે રખરખાવ માટે મૂકવામાં આવ્યા હતા. તેમજ બે ઘેટાંઓ મરણ ગયેલ હતા.

Advt

આમ કુલ 656 ઘેટાં બકરા જેમાં એક પશુની કિંમત એક હજારના એમ કુલ કિંમત રૂ. 6,56,000 તેમજ કબજે કરેલ બે ટ્રકોની કિંમત રૂ.10,00,000 આમ કુલ રૂ.16,56,000 કબજે કરેલ તેમજ તેમજ પાલનપુર તાલુકા પોલીસે બંને ટ્રકચાલકો (1)જાકબખાન શફિકખાન મંગળીયા (રહે.ઇટાડીયા, તા.ચોહટન, જી.બાડમેર)રાજસ્થાન (2) નવાબખાન મીશ્રીખાન મંગળીયા (રહે.નિમ્બાસર, તા.શિવ, જી.બાડમેર) રાજસ્થાન.સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share