થરાદના ડુંવા ખાતે 2 લાખ જેટલી કીમતની નકલી ચલણી નોટો સાથે બે સખ્શ ઝડપાયા

Share

બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાંથી છેલ્લા કેટલાક સમયથી દારૂ, ડોડા અને ચરસ સહિતના માદક પદાર્થોની અસામાજિક પ્રવૃત્તિઓની હેરાફેરી કરાઈ રહી છે. બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસે ગુરુવારે નકલી નોટોની હેરાફેરી કરતા 2 શખ્સોને 200ના દરની બનાવટી નોટો નંગ 940 જેની કિંમત 1,88,000 તથા અન્ય મુદ્દામાલ ફુલ રૂપિયા 20,120 ઝડપી લેવાની ઘટના પણ પ્રકાશમાં આવી હતી. બંને શખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

[google_ad]

બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસને ગુરુવારે સાંજે બનાસકાંઠામાંથી નકલી નોટોની હેરાફેરી કરાઈ રહી હોવાની ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે ડુંવા ગામે ગોગા મહારાજના મંદિર પાસે વોચ ગોઠવી આરોપી પરબતસિંહ જેસાજી રાજપુત રહે થરા તાલુકો થરાદ તથા કીર્તિભાઇ પરખાજી ઠાકોર રહે કિયાલ તા. થરાદ વાળાને ભારતીય ચલણની બનાવટી રૂપિયા 200ના દરની બનાવટી નોટો નંગ 940 જેની કિંમત 1,88,000ની તથા અન્ય મુદ્દામાલ ફુલ રૂપિયા 20,120/- સાથે ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ ઈ.પી.કો. કલમ 489 A,B,C તથા 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

[google_ad]

આ નોટો રાજસ્થાનના ડભાલથી ધાનેરા માર્કેટયાર્ડ તરફ જઈ રહી હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. એસ.ઓ.જી પોલીસે બંને શખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share