ડીસાના જુનાડીસા ખાતે પુત્રેએ માતાને મારમારતા ફરિયાદ નોંધાઇ

Share

ડીસા તાલુકાના જૂનાડીસા ખાતે એક દીકરાએ ઘર માટે પોતાની જનેતાને ગડદાપાટુનો માર મારતાં માતાએ પોતાના પુત્ર વિરોધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં આવેલ ડીસા તાલુકાના જુનાડીસા ગામ ખાતે રહેતા હુરબાઈબેન હાજી હયાતખાન આજમખાન ચાવડા. તે પોતાના ઘરે હતા તે સમયે તેમનો દીકરો મુસાભાઈ હાજી હયાતખાન આજમખાન હાથમાં તલવાર લઈ હુરબાઈબેન ઘરે આવી કહેવા લાગેલ કે તમે મને ઘર નામે કેમ કરી આપતાં નથી ભૂંડી ગાળો બોલવા લાગેલ ત્યારે હુરબાઈબેન ગાળો બોલવાની ના કહેતા તેમનો દીકરો મુસાભાઈ એકદમ ઉશ્કેરાઈ ગડદાપાટુનો મારમારવા લાગેલ.

 

[google_ad]

તે સમય હુરબાઈબેનની દીકરી કુલસુમબને દોડી આવી વચ્ચે પડી હુરબાઈબેનને વધુ મારમાંથી છોડાવેલ ત્યાર બાદ મુસાભાઈ જતા જતા કહેતો ગયો કે હવે લાગ મળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહેલ તે બાદ હુરબાઈબેન ચાવડાએ તેમના દીકરા મુસાભાઈ હાજી હયાતખાન આજમખાન વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share