કાંકરેજના બનાસ નદીમાં રેતીનું ખનન કરતાં હીટાચી મશીન અને એક ડમ્પર ખાણ ખનીજ વિભાગ પાલનપુરની ટીમે ઝડપી પાડયું

Share

બનાસકાંઠા જીલ્લા ભૂસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ખાનગીમાં ઓપરેશન હાથ ધરતાં રેતી ચોરીનું રેકેટ ઝડપી પાડયું હતું.

[google_ad]

કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં સરકારી પડતરમાં રેતી ચોરી થઇ રહી છે. તેવી ફરિયાદ એક અજાણ્યા શખ્સ દ્વારા બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રીને કરતાં ફરિયાદીની ફરિયાદના આધારે ભૂસ્તર શાસ્ત્રી સુભાષભાઇ જોષી દ્વારા તાત્કાલીક પગલાં લેવામાં આવ્યા હતા. તાત્કાલીક એક ટીમ બનાવીને ટીમને માર્ગદર્શન આપી કાંકરેજની બનાસ નદીમાં રવાના કરાઇ હતી અને ગુરૂવારની સાંજે ઓપરેશન પાર પાડયું હતું.

[google_ad]

એક હીટાચી મશીન દ્વારા લીઝની બહાર ખોદકામ કરતું હીટાચી મશીન અને રોયલ્ટી વગર રેતી ચોરી કરીને જતું ડમ્પર નં. જીજે-18-એવી-6239 માં 24 ટન રેતી ભરી કોઇપણ જાતના પાસ પરમીટ(રોયલ્ટી પાસ) વગર ભરીને લઇ જતું હતું. ત્યારે તે ડમ્પરને પણ ઝડપી લીધું હતું. હીટાચી મશીન અને ડમ્પરને શિહોરી પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. કુલ રૂ. 55 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પાલનપુર ભૂસ્તર વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

[google_ad]

Advt

જોકે, આવા ભૂમાફીયાઓ સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા અચાનક તપાસ કરતાં આવું મોટું રેકેટ ઝડપાયું હતું. જેમાં ઉંબરી, કંબોઇ, મોટા જામપુર અને કસલપુરાની બનાસ નદીના પટમાં રાત-દિવસ મોટા પ્રમાણમાં રેતી ખનન કરતાં ભૂમાફીયાની લીઝોની તપાસ કરવામાં આવે તો હજુ પણ મોટી માત્રામાં રેતી ખનન અને રોયલ્ટી ચોરી ઝડપાય તેવી શક્યતાઓ છે.

 

From – Banaskantha Update


Share