બનાસકાંઠામાં વરસાદ ખેંચતા ઘાસચારાની અછતને લઈ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ કલેક્ટરને સહાય માટે આવેદન પત્ર આપ્યું

Share

બનાસકાંઠા જીલ્લાના ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા વરસાદ ખેંચતા જીલ્લા કલેક્ટર કચેરીમાં મોટી સંખ્યામાં સંચાલકો એકત્ર થઈ કલેક્ટરને ગૌશાળા અને પાંજરાપોળના નિર્વાહ માટે આવેદનપત્ર આપી સરકાર દ્વારા તાત્કાલીક સહાય જાહેર કરવાની માંગ કરી છે.

[google_ad]

આ વર્ષે બનાસકાંઠામાં નહિવત વરસાદ પડતાં પાણી અને ઘાસચારાની અછત વર્તાઈ રહી છે જેના કારણે પશુધનની હાલત કફોડી બની છે. એમાંય સૌથી દયનિય સ્થિતિ બનાસકાંઠાની 180થી વધુ ગૌશાળા અને પાંજરાપોળમાં રહેલા અબોલ પશુઓની થઈ છે. એક બાજુ કોરોના બાદ દાતાઓ દ્વારા ગૌશાળાઓને યોગ્ય દાન નથી મળી રહ્યું જેના કારણે ગૌશાળાઓ અને પાંજરાપોળનો નિર્વાહ ખર્ચ નિકાળવો મુશ્કેલ બન્યો છે.

[google_ad]

 

બીજી બાજુ ઘાસચારા ન મળતાં પશુઓ તડપી રહ્યા છે જેને લઈને ગૌશાળાના સંચાલકોની હાલત કફોડી બનતા જીલ્લાના ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ પાલનપુર કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપી સરકાર સમક્ષ ઘાસચારો અને દાણમાં સબસીડી આપવા સાથે સહાયની માંગ કરી હતી.

[google_ad]

Advt

 

ત્યારબાદ કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર સહાય નહિ આપે તો ગૌશાળામાં રહેલ પશુઓ જે રીતે ભૂખે મરે છે તેમ અમે તેમની સાથે અનસન ઉપર બેસીશું.

 

From – Banaskantha Update


Share