વાવ તાલુકાના સરહદી માવસરી પોલીસ મથકે કેફી પીણું પીધેલા બહારના વ્યક્તિના જામીન થવા આવેલા તખતપૂરાનો યુવક જામીન થવા ગયો હતો. જેની પાસે પોલીસે રૂપિયા માંગ્યા તે ન આપતાં તેને માર મારી કસ્ટડીમાં પુરી દીધો હોવાના તેના સગા અને વાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખે આક્ષેપો કર્યા હતા. માવસરી પોલીસે બુધવારની રાતે ધમેન્દ્રરાય લક્ષણરાય (રહે.આદિપુર ચીકનોત્ર, તા.કેશોપુર જી.મુઝફ્ફરપુરા)ને કેફી પીણું પીધાના કેસમાં ઝડપ્યો હતો.
[google_ad]
જે વેપારીને પોપટભાઈ ગગદાસભાઈ રબારી રાતે બાઈક લઈ માવસરી પોલીસ મથકે જામીન થવા ગયા ત્યારે પોલીસે રૂપિયાની માંગણી કરતા ન આપતાં 4 કોસ્ટેબલોએ માર મારી કસ્ટડીમાં પુરી દીધો હતો તેવા આક્ષેપો વાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઠાકરશીભાઈ રબારીએ કર્યા હતા. આ અંગે વાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, વિહાભાઈ, રતનશીભાઈ, જોગાભાઈ અને અન્ય મળી 4 કોસ્ટેબલોએ પોપટભાઈને મારમારી કસ્ટડીમાં પુરી દીધો છે. લોહીલુહાણ છતાં દવાખાને સારવાર કરવા લઈ જતા નથી. સારવાર વગર કસ્ટડીમાં તેનું મોત પણ થશે અમારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની ધમકી આપે છે.
[google_ad]

પીડિત પોપટભાઈ રબારીના સગા બબાભાઈ રબારીએ આક્ષેપો કર્યા હતા કે, ભેંસોનો વેપારી રૂપિયા લેવા આવેલ તેને પોલીસે ઝડપ્યો હોઈ ફોન આવતા પોપટભાઈ જામીન થવા ગયેલા તેમની પાસે પોલીસે રૂ.50 હજારની માંગણી કરી તે ન આપતા માર માર્યો છે. માવસરી પોલીસ કહે છે કે, તમે લખી આપો કે કેશ કે ફરીયાદ નહીં કરીએ તેવું લખી આપો ઠાકરશીભાઈ સહી કરે તો છોડીએ નહીતર ત્યારે જ્યાં જવું હોય ત્યાં જો તેવા આક્ષેપો કર્યા હતા. તો બીજી તરફ માવસરી પી.એસ.આઈ. નીલાભાઈએ જણાવ્યું હતું કે “માસ્ક પહેરલ ન હોઈ તેના વિરુદ્ધ પોલીસે 188 મુજબ કાર્યવાહી કરી છે. માર માર્યાના આક્ષેપો ખોટા છે. ”
From – Banaskantha Update