પાલનપુરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ રૂરલ રોડ સેમિનાર યોજાયો

Share

પાલનપુર ખાતે કાનુભાઇ મહેતા હોલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ડિસ્ટ્રીક્ટ રૂરલ રોડ સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે સાંસદો સર્વ પરબતભાઇ પટેલ અને ભરતસિંહ ડાભી તથા રાજ્યસભાના સાંસદ દિનેશભાઇ અનાવાડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે બનાસકાંઠા જીલ્લાના સંસદ સભ્ય પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી મેળવ્યા પછી છેલ્લા 75 વર્ષમાં આપણા દેશે અનેક ક્ષેત્રોમાં પ્રગતિના સોપાનો સર કર્યા છે એક ગામથી બીજા ગામમાં જવા માટે પ્રજાની સુખ-સુવિધા અને સગવડો વધારવા રસ્તાઓ ખુબ જરૂરી છે તે વાતને ધ્યાનમાં રાખી બનાસકાંઠા જીલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી અનેક વિસ્તારોને પાકા રસ્તાઓથી જોડવામાં આવ્યા છે.

[google_ad]

 

આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં ડીસા ખાતે રાજ્યનો સૌથી મોટો એલિવેટેડ બ્રિજ અને પાલનપુર માનસરોવર રેલ્વે ઓવરબ્રિજ તથા ધાનેરા રેલ્વે ઓવરબ્રિજનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. 500 કરોડના ખર્ચથી નિર્માણ પામનાર ડીસાથી ધાનેરા શહેરને જોડતા રસ્તાને કેન્દ્ર સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. આપણી આસ્થા અને શ્રધ્ધાના કેન્દ્ર સમાન વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીને ફોરલેન રસ્તાઓથી જોડવામાં આવ્યું છે.

[google_ad]

 

આ સરકારે ગુજરાતમાં 24 કલાક વીજળી, રાજ્યના 9,000 ગામોને નર્મદાનું પીવાનું શુધ્ધ પાણી, ખેડુતોને સિંચાઇ માટે નર્મદાના નીર, સૌની યોજના થકી સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણી, ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ગરીબી નિર્મૂલન અભિયાન, શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન, 108 એમ્બ્યુલન્સ સેવા સહિત આરોગ્ય માટેની યોજનાઓ અમલી બનાવી સર્વાગી વિકાસના કામો કર્યા છે. તેમણે કોરોનાની ત્રીજી લહેરના સામના માટે સાવચેતી રાખવા તેમજ રસી મુકાવવા અપીલ કરી હતી.

[google_ad]

 

પાટણ જીલ્લાના સંસદ સભ્ય ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, ગામડાઓના સર્વાગી વિકાસ માટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇએ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની શરૂઆત કરાવી હતી. આ યોજના થકી ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પાકા રસ્તાઓ બન્યાં છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લોક કલ્યાણના કામોનું અભિયાન ચલાવી છેવાડાના વિસ્તારો સુધી વિકાસના ફળ પહોંચાડ્યા છે. છેલ્લા બે દાયકામાં રાજયની સાથે સાથે આ જીલ્લાએ ખેતી, પશુપાલન, શિક્ષણ સહિત તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ કરી પ્રગતિના સોપાનો સર કર્યા છે.

[google_ad]

Advt

રાજ્યસભાના સાંસદ દિનેશભાઇ અનાવાડીયાએ જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં દેશમાં તમામ ક્ષેત્રોમાં ખુબ ઝડપથી વિકાસના કામો થઇ રહ્યાં છે. આ સરકારની ઇચ્છાશક્તિ તમામ સેવાઓ અને સુવિધામાં વધારો કરવાની છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલ વિકાસયાત્રાને ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેજ ગતિથી આગળ વધારી રહ્યાં છે. ગુજરાતે ભારત માતાની સેવામાં બે સપુતો આપ્યા છે. ભારતને વિશ્વગુરૂ બનાવવા આપણે સૌ સાથે મળી વિકાસયાત્રામાં સહભાગી બનીએ તેમ તેમણે જણાવ્યું હતું.

 

From – Banaskantha Update


Share