માલગઢના ભૈરવ દાદાના મંદિરે 10 દિવસીય શ્રી રામ કથા મહોત્સવનો પ્રારંભ

Share

ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાંણીમાં આવેલ કાળા-ગોરા ભૈરવ દાદાના મંદિરે 10 દિવસીય શુક્રવારથી શ્રી રામ કથા મહોત્સવનો વિધીવત રીતે પ્રારંભ કરાયો છે. જ્યારે ઢોલ નગારા સાથે સામૈયું કરાયું હતું અને ભાવિક ભક્તો ઝૂમી ઉઠયા હતા.

[google_ad]

જ્યારે સામૈયામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. જેમાં કથાના મુખ્ય યજમાન કંકુબેન નારણજી રતાજી સોલંકી પરિવાર તરફથી ગુજરાત રાજ્યના વેર હાઉસીંગના કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીએ લ્હાવો લીધો હતો.

[google_ad]

 

જ્યારે દિયોદર તાલુકાના સિસોદરા ગામના પરમ પૂજ્ય ગૌભક્તશ્રી હરિહરદાસજી (છોગારામજી) બાપુ અને ઉજ્જનવાડાના ગુરૂ શ્રી હરિસ્વરૂપજીના મુખેથી કથા બપોરે 12:00 થી 3:30 કલાક દરમિયાન રસપાન કરાવે છે.

[google_ad]

જ્યારે સ્ટેજનું સંચાલન ગણપતભાઇ એસ. ભાટીએ કર્યું હતું. જ્યારે 10 દિવસીય ભોજન પ્રસાદનું ભાવિક ભક્તોને લ્હાવો લેવા અનુરોધ કરાયો છે. જ્યારે શ્રી રામ કથા મહોત્સવમાં ભાવિક ભક્તોને લ્હાવો લેવા અપિલ કરાઇ છે.

[google_ad]

આ મહોત્સવ શ્રી ભૈરવ યંગ બોયઝ ગૃપ અને સમસ્ત માળી સમાજ-મિત્ર મંડળના સહયોગથી આયોજન કરાયું છે.

 

From – Banaskantha Update


Share