ડીસામાં રૂપિયાની લેતી દેતી મામલે મારામારીમાં આધેડને માર માર્યો : બે શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ

Share

ડીસાના રીજમેન્ટ રોડ પર આવેલ ઇલોરા ડ્રાયક્લીનીંગ દુકાન ચલાવતાં આધેડ પાસે રૂપિયાની ઉઘરાણી કરવા આવેલા બે શખ્સોએ મારામારી કરતાં ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ડીસા ખાતે વસુંધરા સોસાયટી અંબિકા ચોક ખાતે રહેતાં કિશોરકુમાર રામપ્રસાદ ધોબી છેલ્લા પાંચ વર્ષથી ડીસાના રીજમેન્ટ ખોડીયાર પાર્ક ખોડીયાર શોપિંગ સેન્ટરમાં ઇલોરા ડ્રાયક્લીનીંગ નામની કપડા ધોવાની દુકાન ભાડેથી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આથી સાત માસ અગાઉ ડીસાના ભડથ ગામે રહેતાં ગણપતભાઇ ઠાકોર અને કનુભાઇ ગણપતભાઇ ઠાકોર પાસેથી રૂ. 20 હજાર ઉછીના લીધા હતા. ઇલોરા ડ્રાયક્લીનીંગ નામની કપડા ધોવાની દુકાને બપોરે આશરે સાડા બાર વાગ્યે કિશોરકુમાર ધોબી ગ્રાહકોના કપડાં ઇસ્ત્રી કરતા હતા.

[google_ad]

તે વખતે કનુભાઇ ગણપતભાઇ ઠાકોર તેની વાદળી કલરની અલ્ટો ગાડી લઇને દુકાને આવેલા હતા અને કિશોરકુમાર રામપ્રસાદ ધોબીને કહ્યું હતું કે, તમને રૂ. 20,000 ઉછીના આપેલા છે તે પાછા આપી દો ત્યારે કિશોરકુમાર રામપ્રસાદ ધોબીએ કહ્યું કે, મારી પાસે હાલ રૂપિયાની સગવડ નથી. તમારે વ્યાજ જાઇએ તો હું આપી દઇશ પરંતુ હાલમાં મારી પાસે રૂપિયાની સગવડ નથી.

[google_ad]

 

જેથી કનુભાઇ એકદમ ઉશ્કેરાઇ જઇ કિશોરકુમાર રામપ્રસાદ ધોબીને અપશબ્દો બોલવા લાગ્યા હતા અને કહેવા લાગ્યા કે, તુ મારા રૂપિયા મને હાલ આપી દે તેમ કહી કિશોરકુમાર રામપ્રસાદ ધોબીના જમણા હાથની હથેળી ઉપર બચકું ભર્યું હતું અને મોંઢા ઉપર તેમજ જમણી આંખની ઉપર ફેંટો મારી હતી અને તેવામાં કનુભાઇ ઠાકોરના પિતાજી ગણપતભાઇ ઠાકોર તેમની સાથે એક શખ્સને ડીસ્કવર મોટર સાઇકલ લઇને કિશોરકુમાર રામપ્રસાદ ધોબીની દુકાને આવેલા અને ગણપતભાઇ ઠાકોરે કનુભાઇની અલ્ટો ગાડીમાંથી લાકડાના ધોકા કાઢી અને ધોકા લઇ કિશોરકુમાર રામપ્રસાદ ધોબીના ડાબા હાથ ઉપર માર માર્યો હતો અને કનુભાઇ ઠાકોર દોડીને તેમની ગાડી તરફ ગયા હતા અને અલ્ટો ગાડીમાંથી લોખંડની ટોમી લઇને આવેલ કિશોરકુમાર રામપ્રસાદ ધોબીના કમરના પાછળના ભાગે મારી હતી અને કિશોરકુમાર રામપ્રસાદ ધોબી પકડવા જતાં કિશોરકુમારના જમણા હાથની કલાઇ પર મારી હતી.

[google_ad]

Advt

જેથી કિશોરકુમાર રામપ્રસાદ ધોબી બૂમાબૂમ કરતાં બાજુમાંથી દીપકભાઇ ગઢવી અને સવાઇ ઠક્કર દોડી આવ્યા હતા. કિશોરકુમાર રામપ્રસાદ ધોબીને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ત્રણેય શખ્સોને સમજાવીને રવાના કર્યાં હતા. આ ત્રણ શખ્સોએ જતાં કહેતા હતા કે, આજે તો તુ બચી ગયો છે અને જા તું રૂપિયા નહીં આપે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતાં તેમ કઇ અલ્ટો કાર અને મોટર સાઇકલ લઇને ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ કિશોરકુમાર રામપ્રસાદ ધોબીને લોહી આવતું હોય જેથી દિપકભાઇ ગઢવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે ગણપતભાઇ ઠાકોર અને તેનો દીકરો કનુભાઇ ગણપતભાઇ ઠાકોર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share