સાંતલપુરમાં 30 વીજ કનેક્શનમાં ચોરી કરતાં ઝડપાયા : રૂ. પાંચ લાખનો દંડ ફટકાર્યો

Share

સાંતલપુર તાલુકામાં યુ.જી.વી.સી.એલ દ્વારા 25 જેટલી ટીમો બનાવી બુધવારની સવારે તાલુકાના ગામડાઓમાં રેડ કરતા 30 જેટલાં ચોરી કરતા વીજ કનેક્શન પકડી પાડવામાં આવ્યા હતા. અને એ તમામ લોકોને કુલ મળી કુલ રૂ. પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

[google_ad]

 

મહેસાણા વિજિલન્સ અને પાલનપુર વિભાગીય કચેરીના અધિકારીઓ દ્વારા તાલુકાના પાટણકા, ફાંગલી, જામવાળા, વરણોસરી, જજામ, જેકડા, ઝંડાલા, કોલીવાડા, વાઢીયા, રંગપુરા અને બીજી નેશનલ હાઈવેની હોટલ રેડ વીજ ચોરી પકડવામાં આવી હતી અને તમામ મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.

 

From – Banaskantha Update


Share