અંબાજીમાં આદિજાતિ વિકાસ અને વન વિભાગના મંત્રીએ માતાજીના દર્શન કર્યાં

- Advertisement -
Share

કરોડો શ્રદ્ધાળુઓની પરમ શ્રધ્ધા અને શક્તિ, ભક્તિ તેમજ આસ્થાના પરમ કેન્દ્ર સમાન પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આદિજાતિ વિકાસ, વન, મહીલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાએ પરિવાર સાથે માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી માં જગદંબાના આશિર્વાદ મેળવ્યા હતા અને ગુજરાતના વિકાસ માટે પ્રાર્થના કરી હતી.

[google_ad]

આ પ્રસંગે મંત્રી ગણપતસિંહ વસાવાએ મિડીયાને મુલાકાત આપતાં જણાવ્યું હતું કે, ‘વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિર સમગ્ર દેશમાં શક્તિપીઠ તરીકે જાણીતું છે. દેશ-વિદેશના અનેક માઇભક્તો, પ્રવાસીઓ અને મહાનુભાવો મા જગદંબાના દર્શનાર્થે આવે છે. શ્રાવણ માસના આ પવિત્ર દિવસોમાં ગુરૂવારે માં જગદંબાના આશિર્વાદ અને દર્શન કરવાનો મને સહ પરિવાર લ્હાવો મળ્યો છે.

[google_ad]

ત્યારે માં અંબાને પ્રાર્થના કરી છે કે, માં જગદંબા સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામ અંબાજી અને સમગ્ર રાજ્યના વિકાસ માટે વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે વન અને પર્યાવરણના વિકાસ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, અંબાજી આસપાસનો મોટાભાગનો વિસ્તાર વન વિભાગનો છે.

[google_ad]

જંગલો-વૃક્ષોનું પર્યાવરણની દૃષ્ટિએ ખૂબ જ મહત્વ છે. આ વર્ષે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા જીલ્લાકક્ષા, મહાનગરપાલિકાઓ અને તાલુકા કક્ષાએ લોકોને સાથે જાડીને વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે અને રાજ્યમાં 10 કરોડ જેટલાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વન્ય સંપદા સહીત પ્રાણીઓ અને જંગલોનું રક્ષણ કરવા મંત્રીએ ગુજરાતની જનતાને અપિલ કરી છે.’

[google_ad]

આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન-ટ્રસ્ટના વહીવટદાર એસ.જે. ચાવડા દ્વારા માતાજીની ચુંદડી અને શ્રીયંત્ર દ્વારા મંત્રીનું સ્વાગત કરાયું હતું. મંત્રીએ ભટ્ટજી મહારાજની ગાદી પર જઇને રક્ષા કવચ બંધાવી ભટ્ટજી મહારાજના આશિર્વાદ લીધા હતા. મંત્રીએ મંદિરના વહીવટદાર અને વન વિભાગના અધિકારીઓ સાથે યાત્રાધામ અંબાજી અને આજુબાજુના વિસ્તારના વિકાસ અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

[google_ad]

આ પ્રસંગે મદદનીશ પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ, નાયબ વન સંરક્ષક મિતેષ પટેલ, અંબાજી રેન્જ ફોરેસ્ટ ઓફીસર પી.એમ. ભૂતડીયા અને પી.વી. આંજણા સહીત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!