ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની સાઇકલ રેલી યોજાઇ : નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Share

ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગુરૂવારે મોંઘવારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં સાઇકલ રેલી યોજાઇ હતી. જ્યારે સરકાર સામે વિરોધ નોંધાવી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

[google_ad]

પેટ્રોલ-ડીઝલના વધતા જતાં ભાવ, બેકાબૂ બનતી મોંઘવારી અને સરકાર દ્વારા રાષ્ટ્રીય સંપત્તિઓને ખાનગી કંપનીઓને વેચાણ કરવાના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

[google_ad]

જેમાં ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગુરૂવારે કેન્દ્ર સરકારની ખાનગીકરણની નીતિ અને મોંઘવારી સામે બાઇક અને સાઇકલ રેલી યોજી હતી. ડીસાના રીસાલા બજારથી નીકળેલી રેલી મુખ્ય માર્ગો થઇ નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી હતી. જ્યાં નાયબ કલેકટરને આવેદનપત્ર આપી મોંઘવારી અને ભ્રષ્ટાચારના વિરોધ અંગે રજૂઆત કરાઇ હતી.

From – Banaskantha Update


Share