બનાસકાંઠામાં બે અલગ-અલગ જગ્યાએ અકસ્માત : 4 લોકોનો આબાદ બચાવ

Share

બનાસકાંઠા જીલ્લામાં બે અલગ-અલગ જગ્યાએ અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી જેમાં ઇકબાલગઢ હાઇવે પર પુર ઝડપે આવતી કાર હાઇવે પર અચાનક ભેંસ વચ્ચે આવતા પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. બીજી તરફ ડીસા-થરાદ હાઇવે પર ચિત્રોડા પાટિયા નજીક સ્વીફ્ટ ગાડી ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં બે અલગ-અલગ જગ્યાએ અકસ્માતની ઘટના સામે આવી છે. અમીરગઢ તાલુકના ઇકબાલગઢ હાઇવે પર રાજસ્થાન તરફથી એક કારને રાત્રીના અચાનક ભેંસ વચ્ચે આવી જતા ગાડી ભેંસ સાથે ટકરાતાં ગાડી પલ્ટી મારી જતા આજુ-બાજુના સ્થાનિકો દોડી આવી ગાડીમાં સવાર લોકોને બહાર નીકાળી નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગાડી ભેંસ સાથે ટકરાતાં ભેંસનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું. બનાવના પગલે એલ.એન્ડ. ટી. વિભાગ અને અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

[google_ad]

Advt

બીજી તરફ ડીસા-થરાદ હાઇવે પર ચિત્રોડા પાટિયા નજીક એક સ્વીફ્ટ ગાડીના ચાલકને અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી રોડની સાઇડમાં દૂર જઈને પલ્ટી મારતા જ આજુ-બાજુના લોકો દોડી આવી ગાડીમાં સવાર લોકોને બહાર નીકાળ્યા હતા. જો કે, અકસ્માતના ગાડીને મોટું નુકસાન પહોંચ્યું હતું પણ મોટી જાનહાનિ ટળી હતી.

 

From – Banaskantha Update


Share