જૂનાડીસાના ઢુવાના ત્રણ રસ્તા નજીકથી પોલીસે દેશી દારૂ સાથે શખ્સ ઝડપ્યો

Share

ડીસા તાલુકા પોલીસ સ્ટાફના માણસો ગુરૂવારની વહેલી સવારે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ડીસા તાલુકાના જૂનાડીસા ગામના ઢુવાના ત્રણ રસ્તા નજીકથી શખ્સને દેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો.

 

[google_ad]

જેમાં પોલીસે ઇકો ગાડી અને દેશી દારૂ લિટર-600 કુલ કિંમત રૂ. 2,12,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે વધુ પૂરપરછ હાથ ધરતાં શખ્સ દેશી દારૂ બે શખ્સોને આપવો જઇ રહ્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે ત્રણ શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકા પોલીસ સ્ટાફના માણસો ગુરૂવારની વહેલી સવારે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ડીસા તાલુકાના જૂનાડીસા ગામના ઢુવા ત્રણ રસ્તા ખાતે આવતાં ખાનગી બાતમીના આધારે કનુજી ગોવિંદજી સોલંકી (ઠાકોર) (રહે. માઢ પાર્ટી, અઘાર, તા. સરસ્વતી, જીલ્લો-પાટણ) વાળાઓની ઇકો ગાડી નં. GJ-01-RL-0325 કિંમત રૂ.2,00,000 વાળીમાંથી દેશી દારૂના કટ્ટા નંગ-12 જે એક કટ્ટામાં બે-બે લિટરના દેશી દારૂની પ્લાસ્ટીકની થેલીઓ નંગ-25 કુલ દેશી દારૂ લિટર-600 કિંમત રૂ. 12,000 કુલ કિંમત રૂ. 2,12,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

[google_ad]

જ્યારે શખ્સની વધુ પૂછપરછ કરતાં મુદ્દામાલ મોડસિંગ દલપતજી સોલંકી (ઠાકોર) (રહે. માઢ પાર્ટી, અઘાર, તા.સરસ્વતી, જીલ્લો-પાટણ) અને વિજયસિંગ બાબુજી નાવડી (ઠાકોર) (રહે. ડોલીવાસ, ડીસા) વાળાઓને આપવા જઇ રહ્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે ત્રણ શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share