ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનું ઝડપાયું : 6 યુવતીઓ ગ્રાહકો સાથે રંગેહાથ ઝડપાઇ

Share

પાટણ શહેરના રાજમહેલ રોડ ઉપર આવેલા કેશરી ગેસ્ટ હાઉસમાંથી પોલીસે બુધવારે કુટણખાનું ઝડપી પાડ્યું. જેમાંથી બહારથી યુવતીઓને બોલાવી તેમની મજબૂરીનો લાભ લઇ તેમના પાસે દેહ વ્યાપાર કરાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે.

[google_ad]

પોલીસને બાતમી મળતાં રાજમહેલ રોડ ઉપર આવેલા 2 ગેસ્ટ હાઉસમાં રેઇડ કરી હતી. જેમાં આરામ ગેસ્ટ હાઉસમાંથી પોલીસને કંઇ પણ મળ્યું ન હતું. પરંતુ કેશરી ગેસ્ટ હાઉસમાંથી પોલીસે આણંદ, બેંગ્લોર અને બંગાળની કુલ 6 યુવતીઓને યુવક ગ્રાહકો સાથે રંગેહાથ ઝડપી પાડી હતી. યુવતીઓ પાસે હોટલનો સંચાલક દેહ વ્યાપારનો ધંધો કરાવતો હતો.

[google_ad]

પોલીસે આ મામલે કેશરી ગેસ્ટ હાઉસના સંચાલક જીગર કાંતિલાલ પ્રજાપતિ (રહે. મોરવાડો નાગરવાડા, પાટણ) વાળા વિરૂદ્ધ બહારથી યુવતીઓ લાવી દેહ વ્યાપાર કરાવવા બદલ અને નીરવ અશોકકુમાર ઠક્કર (રહે. સાલવીવાડો, રામજી મંદિર સામે, પાટણ), સંજય પીરાભાઇ હરીભાઇ દેસાઇ (રહે. મેત્રાણા, તા. સિદ્ધપુર), જીગર દિનેશ હરીભાઇ પ્રજાપતિ (રહે. સુજાણુર, તા. સિદ્ધપુર), હેમંત ઉર્ફે હેમુ ભૂપેન્દ્રભાઇ કાંતિલાલ મોદી (રહે. કપાસીવાડો, નૂતનમીલ પાસે, પાટણ) અને સેનામાં રવિ અમૃતભાઇ પૂંજાભાઇ (રહે. શ્રમજીવી સોસાયટી) વાળા સામે પાટણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share