પાલનપુરમાં 13 ભેંસો અને 1 પાડો ભરેલી ટ્રક જીવદયાપ્રેમીઓએ ઝડપી પાડી

Share

બનાસકાંઠા જીલ્લામાં મંગળવારની મોડી રાત્રે અમીરગઢથી પાલનપુર તરફ માર્ગ પર એક ટ્રકમાં ક્રૂરતાપૂર્વક ભેંસો અને પાડા ભરીને કતલખાને લઇ જતાં હોવાનું જાણવા મળતાં ડીસાના જીવદયાપ્રેમી ચૈતન્યકુમારે બાતમીના આધારે પાલનપુરના એરોમા સર્કલ નજીક ઉભા હતા. તે દરમિયાન ટ્રક પસાર થતાં ટ્રકનો પીછો કરી તેને રોકાવી પાલનપુર પોલીસને સોંપી હતી.

[google_ad]

બનાસકાંઠા જીલ્લો રાજસ્થાનને અડીને આવેલો જીલ્લો છે. જેથી રાજસ્થાનમાંથી ગુજરાતમાં પશુઓ અને અનેક ગેરપ્રવૃત્તિની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે મંગળવારની રાત્રે ડીસાના જીવદયાપ્રેમી ચૈતન્યકુમાર પોપટભાઇ રાણા અને તેમના મિત્ર રમેશભાઇ માનસિંગભાઇ જેઠવાને એક ટ્રક રાજસ્થાન તરફ ભેંસો અને પાડા ભરી નીકળી રહી છે તેવી બાતમી મળતાં તેઓએ પાલનપુર એરોમા સર્કલ નજીક વોચ ગોઠવી ઉભા હતા.

[google_ad]

તે દરમિયાન ટ્રક પસાર થતાં તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રકના ડ્રાઇવરે ટ્રક ગાડી ભગાડી મૂકી હતી. જેથી ટ્રકનો પીછો કરી બિહારી બાગ નજીકથી ટ્રક નં. GJ-24-V-6420ને રોકી તેમાં તપાસ કરતાં 13 ભેંસો અને 1 પાડો ખીચોખીચ ભરેલા જણાયા હતા. જેથી આ ટ્રકને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે લાવી હતી.

[google_ad]

ત્યારબાદ ટ્રક ચાલકને તેનું નામ પૂછતાં તેનું નામ નઇમખાન કરીમખાન બલોચ (રહે. કાકોશી, પ્રાથમિક શાળા પાછળ, તા. સિદ્ધપુર, જી.પાટણ) અને મહંમદખાન અલ્લારખા બલોચ (રહે. કાકોશી, મદ્રેશાની પાછળ, તા. સિદ્વપુર, જી. પાટણ) વાળો હોવાનું જણાવ્યું હતું. તેમની પાસે પશુઓની હેરાફેરીનું પરમીટ માંગતા હતા. તે દરમિયાન ગલ્લા-તલ્લા કરવા લાગ્યા હતા.

[google_ad]

આ અંગે ટ્રકના ચાલકને પૂછતાં તેને જણાવ્યું હતું કે, ‘ભેંસો અને પાડા જાવેદખાન મુસ્તુફાખાન બલોચે નંદાસણથી ભરાવ્યા છે અને રાજસ્થાનના સોજત ખાતે લઇ જવાના છે.’ આ અંગે જીવદયાપ્રેમી ચૈતન્યકુમાર પોપટભાઇ રાણાએ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share