બનાસકાંઠાના વાવથી 84 કિમી 4.0ની તીવ્રતાનો ભૂકંપ

Share

ગુજરાતનાં કચ્છમાં અવારનવાર ભૂકંપનાં આંચક અનુભવાતા હોય છે ત્યારે આજે બનાસકાંઠાની ધરતી ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. વાવથી 84 કિમી દૂર આ આંચકો અનુભવાયો હતો અને ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજસ્થાનનું બાડમેર હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાતા છેક પાલનપુર સહિતનાં વિસ્તારોમાં પણ હલકા આંચકા અનુભવાયા હતા.

પ્રતીકામ્ક તસ્વીર

[google_ad]

21 ઓગસ્ટના રોજ કચ્છમાં બપોરે 12.08 કલાકે ફરી એકવખત ભૂકંપનો આંચકો આવતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો હતો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1ની માપવામાં આવી છે. તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી 23 કિલોમીટર દૂર નોંધાયું હતું.

પ્રતીકામ્ક તસ્વીર

[google_ad]

સપ્તાહ પહેલા જામનગરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડાદોડી મચી હતી. એ જ સવારે જમ્મુ અને મેરઠમાં ભૂકંપ આવ્યા બાદ ગુજરાતમાં પણ જામનગર ખાતે આંચકા અનુભવાયા હતા. જામનગર ખાતે ભૂકંપના આંચકાથી ભયભીત લોકો ઘરની બહાર દોડ્યા હતા. ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઇ હતી. સાંજે 7:13 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જોકે, જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી. ભૂંકપના જોરદાર ઝટકાથી લોકો ભયભીત બન્યા હતા.

 

From – Banaskantha Update


Share