ડીસાથી અંબાજી પદયાત્રા સંઘનું પ્રસ્થાન થયું

Share

ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાને લઇ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂર્ણિમા પર યોજાનાર મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે. ત્યારે ડીસાથી મંગળવારે મેળાના સમય પહેલાં અંબાજી જવા માટે પદયાત્રા સંઘનું પ્રસ્થાન થયું હતું.

[google_ad]

બોલ માડી અંબે… જય જય અંબે…ના નાદ સાથે પદયાત્રા કરી રહેલા આ પદયાત્રીઓ અંબાજી તરફ પ્રયાણ કરે છે. ડીસામાં છેલ્લા 15 વર્ષથી આ પદયાત્રા સંઘ અંબાજી જવા નીકળે છે. પરંતુ ગત વર્ષે કોરોનાના લીધે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો મોકૂફ રખાયો હતો. અને તેના લીધે આ પદયાત્રા સંઘનું આયોજન થઇ શક્યું ન હતું અને આ વર્ષે પણ એકવાર ફરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમનો મેળો મોકૂફ રાખવામાં આવતાં માઇભક્તો નિરાશ થઇ ગયા છે.

[google_ad]

ત્યારે ડીસાથી નીકળતાં આ પદયાત્રા સંઘ દ્વારા ભક્તોની માતાજી પ્રત્યેની આસ્થા જળવાઇ રહે અને સરકારની ગાઇડલાઇનનો પણ ભંગ ન થાય તે માટે ભાદરવી પૂનમના બદલે શ્રાવણ માસમાં જ મંગળવારે આ સંઘનું પ્રસ્થાન કરાવ્યું છે. કારણ કે, શ્રાવણ માસમાં મંદિર અત્યારે ખુલ્લું છે અને માતાજીના ભક્તો તેમની આસ્થા સાથે માનતાઓ પૂરી કરી શકાય. આ ઉપરાંત દર વર્ષ કરતાં આ વર્ષે મર્યાદીત પદયાત્રીઓ પદયાત્રા કરી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share