ડીસાની ડી.એન.પી. આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓએ ટેબ્લેટ માટે હંગામો મચાવ્યો

Share

ડીસાની ડી.એન.પી આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજમાં 1700 જેટલાં વિદ્યાર્થીઓએ ટેબ્લેટ માટે રૂપિયા ભર્યાં હોવા છતાં પણ હજુ સુધી ટેબ્લેટ ન મળતાં આખરે કંટાળી મંગળવારે વિદ્યાર્થીઓએ હંગામો મચાવી વિરોધ નોંધાવ્યો હતો.

[google_ad]

ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની જાહેરાત કરી છે. પરંતુ ક્યાંકને ક્યાંક વિદ્યાર્થીઓને ટેબ્લેટ ન ફાળવવામાં આવતાં ગુજરાતીઓ ઋષિ બન્યા છે. ડીસાની ડી.એન.પી. આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજમાં 1700થી વધારે વિદ્યાર્થીઓએ અઢી વર્ષ પહેલાં ટેબ્લેટ માટે રૂપિયા ભર્યાં હોવા છતાં આજદિન સુધી ટેબ્લેટ ન મળતાં મંગળવારે તમામ વિદ્યાર્થીઓએ કંટાળી હંગામો મચાવ્યો હતો.

[google_ad]

આ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે,‘તાત્કાલીક ધોરણે અમારી માંગ બે દિવસમાં પૂરી કરવામાં નહીં આવે ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી. ડીસાની ડી.એન.પી. આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજમાં ટેબ્લેટને લઇને હંગામો મચાવ્યો હતો.’

[google_ad]

 

આ અંગે કોલેજના આચાર્ય રાજુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓ દ્વારા 2019 અને 2020 માં 1779 વિદ્યાર્થીઓએે ટેબ્લેટ માટે રૂ. ૧૦૦૦ પ્રમાણે ફી જમા કરવામાં આવેલી છે. જે યુનિવર્સિટીમાં જમા કરાવી છે. યુનિવર્સિટીએ અમદાવાદની એજન્સી કે.સી.જી. જે ટેબ્લેટ ફાળવણી કરે છે તે એજન્સીમાં ફીની ભરપાઇ કરી છે. પરંતુ કે.સી.જી. એજન્સી દ્વારા કોલેજમાં ટેબ્લેટ ન ફાળવતાં વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાને લઇ ડીસા કોલેજ દ્વારા અનેકવાર પત્ર લખી રજૂઆત કરી છે.’

 

From – Banaskantha Update


Share