વાવના ઉચાપા ગામ સમીપ ખેતરની વાડ અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઇ

Share

બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તાર વાવના ઉચાપા ગામ નજીક ખેતરની વાડ આગ લાગવાની ઘટના સામે આવી છે .જેમાં ખેતરની વાડમાં મોડી રાત્રે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ ફાયર વિભાગને કરાતાં ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

[google_ad]

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં આગ લાગવાના બનાવો છાસવારે સામે આવતાં હોય છે. ત્યારે વધુ એક આગની ઘટના વાવના ઉચાપા ગામથી સામે આવી છે. ઉચાપા ગામ નજીક ખેતરની વાડમાં અચાનક આગ લાગતા અફરાતફરી માહોલ સર્જાયો હતો.

[google_ad]

 

આગ લાગતા જ આજુબાજુના લોકો દોડી પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા છતાં આગ કાબુમાં ના આવતા સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો અને ખેડૂતને મોટું નુકસાન થતા બચાવવામાં આવ્યું હતું.

 

From –  Banaskantha Update

 


Share