પાટણમાં સિંધી સમાજ દ્વારા ઝુલેલાલ ભગવાનના મંદિર ખાતે 40 દિવસના ઉપવાસનો સમાપન સમારોહ યોજાયો

Share

પાટણ શહેરમાં વસતા સમસ્ત સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલના સ્થાનકે ચાલીયા સાહેબના 40 દિવસના ઉપવાસની સમાપન વિધિ મંગળવારના રોજ ધર્મમય માહોલમાં યોજાઇ હતી.

[google_ad]

આ પ્રસંગે સિંધી સમાજના સૌ કોઈએ ભગવાન ઝૂલેલાલ સહિત ચાલીયા સાહેબની 40 દિવસના ઉપવાસની વિધિ વિધાનની પૂજા વિધિ સંપન્ન કરી હતી. છેલ્લા સાત વર્ષથી સિંધી સમાજના ભાઈઓ બહેનો દ્વારા પોતાના નિવાસ સ્થાને ચાલીયા સાહેબના 40 દિવસ ઉપવાસની આરાધના કરવામાં આવે છે. જેમાં પોતાના ઘર મંદિરના સ્થાનકોમાં મીઠા ભાત સહિત વિવિધ નિવૈધ ધરાવી ચાલીયા સાહેબની આરાધના કરવામાં આવી હતી.

[google_ad]

Advt

ઝુલેલાલ મંદિર ખાતે 40 દિવસ તપની આરાધના કરનાર શ્રદ્ધાળુઓએ ચાલીયા સાહેબના 40 દિવસીય ઉપવાસ સમાપન પ્રસંગે ચાલીયા સાહેબ સહિત ભગવાન ઝૂલેલાલના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતા. આ કાર્યક્રમમાં ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટી અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

From – Banaskantha Update


Share