ધાનેરામાં જેટકોના અધિકારીઓ દ્વારા 5 હજાર ફૂટ જમીનનું બારોબારિયું કરતાં લોકોએ કામ અટકાવ્યું : લોકોએ વિરોધ કરતાં તેમનો ભાંડો ફૂટ્યો

Share

ધાનેરામાં વિવેકાનંદ વિદ્યાલયની સામે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનની જમીન આવેલી છે અને આ જમીનની આજુબાજુ પહેલા કાંટાળી તાર બનાવેલી હતી અને હવે તેની ચારે બાજુ દીવાલ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ત્યારે જેટકોના કેટલાંક અધિકારીઓ અને બિલ્ડરોની મીલીભગતથી 5 હજાર ફૂટ જમીન બારોબાર આપી દેવાનો ભાંડો ફૂટ્યો છે. ત્યારે અંતે કામ બંધ કરી દેવાતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

[google_ad]

ધાનેરામાં આવેલી સર્વે નં. -163, 164, 165, 194 પૈકી અને હાલનો સર્વે નં.-30 ની 2-42-81 ચો.મી. જમીન 1975 માં ગુજરાત ઇલેક્ટ્રીક સીટી બોર્ડ સબ સ્ટેશન ધાનેરાના નામે કરવામાં આવી હતી અને ત્યાં 66 કે.વી. સબ સ્ટેશન-કચેરી અને ક્વાટર્સ આવેલા છે. સરકારે ગુજરાત વિધુત બોર્ડને ખાનગીકરણમાં રૂપાંતર કરેલ ત્યારે આ જમીન 2011 માં ગુજરાત ઇલેક્ટ્રીક સીટી બોર્ડ સબ સ્ટેશન ધાનેરાના નામેથી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનના નામે ચડાવવામાં આવી હતી.

[google_ad]

Advt

જેટકોના કેટલાંક અધિકારીઓએ આ જમીનની બાજુમાં આવેલ સર્વે નં.-38 વાળા બિલ્ડરની સાથે સાંઠગાંઠ કરીને તેનો એક ખૂણો 5,000 ફૂટ જેટલો ટુકડો જે હાઇવે ટચ છે તે બારોબાર કરવામાં આવી રહ્યો હોવાથી લોકોને આ બાબતે જાણ થતાં અટકાવ્યો હતો અને આવા અધિકારીઓની તપાસ કરીને તેમની સામે કાર્યવાહી કરવા માટે પણ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. ધાનેરા જેટકોની જમીન બાબતે થાવર જેટકોના અધિકારી કે. યુ. પટેલને ટેલીફોનિક સંપર્ક કરતાં તેઓ આ બાબતે ઉશ્કેરાઇ ગયા હતા અને મારે કોઇ જવાબ આપવો નથી.

[google_ad]

 

 

જેટકોના સર્વે નં.-30 ની જમીનને અડીને આવેલ સર્વે નં.-38 ના જમીન માલિકને હાઇવે બાજુ રસ્તો ન હોવાથી આ અધિકારીઓ અને બિલ્ડર બંને ભેગા મળી આ જમીન કોઇને ખબર ના પડે તે માટે બારોબાર કરવામાં હતા અને આ બાબતે રૂ. 7 લાખ પણ અધિકારીઓને આપ્યા હોવાની અફવાએ જોર પકડયું છે.

[google_ad]

 

આ અંગે ખેડૂત અગ્રણી જેસુંગભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘એક તરફ આ વીજ કંપની રૂપિયાઓ માટે ખેડૂતનું લોહી ચુસી રહી છે. ત્યારે બીજી તરફ આ કંપનીની કરોડોના કિંમતની જમીન અધિકારીઓ બિલ્ડરને પધરાવવા નિકળ્યા હતા અને દિવાલ બનાવવા માટે સીધા ખાડાઓ પણ ખોદી દેવાયા હતા પરંતુ લોકોએ વિરોધ કરતાં તેમનો ભાંડો ફૂટી જવા પામ્યો છે. માટે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઇએ. જેથી બીજા લોકો પણ આની શિખ મેળવે અને આ બાબતે અમોએ લેખિતમાં મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે.’

[google_ad]

 

 

આ અંગે પાલનપુરના જેટકો અધિકારી વિજયભાઇ પરમારે જણાવ્યું હતું કે, ‘હું રૂબરૂ ધાનેરા આવીને તપાસ કરીશ અને ખોટું થયું હશે તો તેની સામે પગલાં પણ લેવામાં આવશે.’

 

From – Banaskantha Update


Share