દાંતાના ધાબાવાળી વાવના નરાધમે સગીરા પર દુષ્કર્મ આચરતાં પાલનપુર કોર્ટે 10 વર્ષની સજાનો હુકમ કર્યો : રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો

Share

દાંતાના ધાબાવાળી વાવના ચાર શખ્સો માતા સાથે જતી 14 વર્ષની સગીરાને ઉપાડી જીપમાં લઇ ગયા હતા. જેમાં એક શખ્સે તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ સગીરાની માતાએ અંબાજી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે કેસ સોમવારે પાલનપુરની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે પોક્સો એક્ટ હેઠળ એક આરોપીને 10 વર્ષની સજા અને રૂ. 5 હજાર દંડ કર્યો હતો.

[google_ad]

મૂળ દાંતાના અને અંબાજીમાં શાકભાજીનો ધંધો કરતી મહીલા અને તેની 14 વર્ષિય સગીર દીકરી તા. 30/05/2014 ના રોજ શાકભાજી વેચી ઘરે જવા નિકળી હતી. ત્યારે જીપ નંબર GJ-2-BD-3955 માં બેસવા જતાં જીપમાં બેઠેલા ધાબાવાળી વાવના જાલાભાઇ દિતાભાઇ ખરાડી, માલાભાઇ દિતાભાઇ, દલપતસિંહ વજેસિંહ પરમાર અને કાળાભાઇ ચેલાભાઇ ખરાડી બેઠેલા હતા.

[google_ad]

Advt

આ ચારેય જણાએ ભેગા મળી મહીલા પાસેથી બળજબરીપૂર્વક સગીરાને ઉપાડી જીપમાં બેસાડી દીધી હતી અને જાલાભાઇ દિતાભાઇ ખરાડીએ તેણીની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જે અંગેની ફરિયાદ મહીલાએ અંબાજી પોલીસ મથકે નોંધાવતાં પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગૂનો નોંધ્યો હતો.

[google_ad]

 

આ અંગેનો કેસ સોમવારે ચાલી જતાં સરકારી વકીલ નૈલેષભાઇ જોષીની દલીલો ગ્રાહ્ય રાખી બનાસકાંઠા એડી.સેશન્સ જજ આર.પી.મોગેરાએ આરોપી જાલાભાઇ દિતાભાઇ ખરાડીને પોક્સો એક્ટ મુજબ 10 વર્ષની સખત કેદની સજા અને રૂ. 5 હજાર દંડ કરાયો હતો. દંડના ભરે તો વધુ બે માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.

From – Banaskantha Update


Share