થરાદ પોલીસે લૂંટના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા શખ્સને ઝડપી પાડયો

Share

થરાદ પોલીસની ટીમ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે લૂંટના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસતા-ફરતા શખ્સને ઝડપી પાડયો હતો. આ અંગે થરાદ પોલીસે શખ્સની વધુ પૂછપરછ કરી જેલના સળીયા પાછળ ધકેલ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, થરાદ પોલીસની ટીમ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે મંગળવારે થરાદ મેઇન બજારથી છેલ્લા 2 વર્ષથી નાસતા-ફરતા મોહંમદખાન પીરખાન સિપાઇ (રહે. વારા, તા.થરાદ, જી.બનાસકાંઠા) વાળાને ઝડપી પાડયો હતો. આ અંગે થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.

 

From – Banaskantha Update


Share