ડીસાના દામા નજીક પેસેન્જર બેસાડવા મુદ્દે રીક્ષાના ચાલકને માર મારતાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

Share

ડીસા શહેરમાં છકડામાં પેસેન્જર બેસાડવા બાબતે બોલાચાલી થઇ હતી. જેની અદાવત રાખી ડીસા તાલુકાના દામા ગામ નજીક યુવકને છકડો ઉભો રાખી પાંચ શખ્સોએ છકડા ચાલકને માર માર્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં નજીવી બાબતે મારામારીના બનાવમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે ડીસા શહેરમાં ફૂવારા સર્કલ નજીક વિક્રમભાઇ બાબુભાઇ પરમાર છકડો ચલાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ગઇકાલે સાંજે ડીસાના ફૂવારા સર્કલ નજીક બજારમાં છકડામાં પેસેન્જર બેસાડવા માટે અશોકભાઇ લીલાભાઇ વાલ્મિકી સાથે બોલાચાલી થઇ હતી.

 

 

[google_ad]

જેની અદાવત રાખી વિક્રમભાઇ પરમાર છકડામાં પેસેન્જર ભરી ડીસાથી રામપુરા ગયા હતા અને પેસેન્જર ઉતારી પાછા ડીસા આવતા હતા તે વખતે દામા નજીક આવેલ ઠાકોરવાસના પાટીયા નજીક અશોકભાઇ લીલાભાઇ વાલ્મિકી, સુરેશભાઇ બીજલભાઇ વાલ્મિકી, હમીરભાઇ રામસંગભાઇ વાલ્મિકી, રાજુભાઇ મનુભાઇ વાલ્મિકી (તમામ રહે. રામપુરા, તા.ડીસા) અને હકાજી અમરાજી ઠાકોર (રહે. ઢેઢાલ, તા. ડીસા) આ તમામ એકસંપ થઇને વિક્રમભાઇ પરમારની છકડો રીક્ષા રોકાવી અપશબ્દો બોલવા લાગ્યા હતા. ત્યારે વિક્રમભાઇએ અપશબ્દો બોલવાની ના પાડતાં અશોકભાઇ વાલ્મિકી એકદમ ઉશ્કેરાઇ જઇ તેના હાથમાં લોખંડનો પંચ વિક્રમભાઇ પરમારના માથાના કપાળના ભાગે માર્યો હતો.

 

[google_ad]

Advt

 

જ્યારે સુરેશભાઇ,અમીરભાઇ, રાજુભાઇ અને હકાજી અમરાજી ઠાકોરે વિક્રમ પરમારને ગડદાપાટુનો માર માર્યો હતો અને જાતિય અપમાનિત શબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે ઝપાઝપીમાં વિક્રમભાઇ પાસે બાજરીના બીલના રૂ. 21,520 તે ક્યાંક પડી ગયા હતા. જ્યારે પાંચ શખ્સો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ વિક્રમભાઇ પરમારના પિતા બાબુભાઇ મોહનભાઇ પરમાર ઘટનાસ્થળે આવી વિક્રમભાઇ પરમારને છકડામાં બેસાડી ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

From-Banaskantha update


Share