એ.સી.બી ની સફળ ટ્રેપથી સરપંચ રંગેહાથ લાંચ લેતો ઝડપાયો

Share

ફરિયાદી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જોખા ગામના લાભાર્થીઓના મંજુર થયેલા મકાનો બનાવી આપવાનું કામ આપવાના અવેજ પેટે આ કામના આરોપી સરપંચએ ફરીયાદી પાસે અગાઉ રૂપિયા-11,000/- તથા 40,000/-ની માંગણી કરી રૂબરૂમાં મેળવી લીધા હતા.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

બાદ આ કામના આરોપી સરપંચ હિતેષભાઇ કાંતિલાલ જોષીએ ફરીયાદીને પોતાના ઘરે બોલાવી વધારે બીજા રૂપિયા-50,000/- ની કામ આપવાના અવેજ પેટે માંગણી કરી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એમણે એ.સી.બી. ના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી જાણ કરી.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

જેથી ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી પંચની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી આ કામના ફરીયાદી પાસેથી રૂપિયા-50,000/- લાંચની માંગણી કરતા અને સ્વીકારતા પકડાઇ ગયો જેને લઇ ગુનો નોધાયો અને આરોપીને એ.સી.બી. એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

આરોપી : હિતેષભાઇ કાંતિલાલ જોષી, સરપંચ, જોખા ગામ, તા.કામરેજ, સુરત
ગુનાનું સ્થળ : સરપંચના મકાનમાં, જોખા ગામ, રાજપુત ફળિયુ, તા.કામરેજ જી.સુરત

 

 

[google_ad]

ટ્રેપિંગ અધિકારી : આર.કે.સોલંકી, પોલીસ ઇન્સ્પેકટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. સુરત તથા એ.સી.બી. સ્ટાફ

સુપરવિઝન અધિકારી:
એન.પી.ગોહિલ
મદદનીશ નિયામક
એ.સી.બી. સુરત એકમ, સુરત.

 

From – Banaskantha Update


Share