પાલનપુરના ગઢ ભાવીસણા ગામમાં શ્રાવણિયો જુગાર સાત શકુનિયોને એલ.સી.બી. પોલીસે ઝડપ્યા

Share

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે પાલનપુર તાલુકાના ગઢ ભાવીસણા ગામની તળાવની પાળેથી શ્રાવણિયો જુગાર રમતાં સાત શખ્સોને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી પોલીસે રૂ. 2.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ગઢ પોલીસે સાત શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસ ગઢ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે બુધવારે પાલનપુરના ભાવીસણા ગામની સીમમાં તળાવની પાળે કેટલાંક શખ્સો ગોળ કુંડાળું કરી તીનપત્તીનો શ્રાવણિયો જુગાર રમી રહ્યા છે.

 

[google_ad]

Advt

 

 

જેમાં પોલીસે બાતમીના આધારે અશોક ઠાકોર, ધર્મા પરમાર, પ્રવિણ પરમાર, ભરત ચૌધરી, અર્જુન ઠાકોર, રોહીત ઠાકોર અને વિનોદ ઠાકોરને ઝડપી પાડયા હતા. જ્યારે પોલીસે તેમની પાસેથી રોકડ રકમ રૂ. 22,240, ચાર મોબાઇલ અને અલ્ટો ગાડી સહીત કુલ રૂ. 2,78,440 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ગઢ પોલીસે સાત શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

From-Banaskantha update

 


Share