ડીસાના નાયબ પોલીસ અધિક્ષકે તૈયાર કરેલ કોરોના માર્ગદર્શિકા માટે ડી.જી.પી.એ અભિનંદન પાઠવ્યા

Share

કોરોના મહામારી વચ્ચે ડીસાના નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુશલ ઓઝાએ ગુજરાત પોલીસ માર્ગદર્શિકા તૈયાર કરી છે. જે માર્ગદર્શિકાનો ડેટા આગામી સમયમાં પોલીસ કર્મચારીઓ અને પોલીસ પરિવાર માટે કયા પ્રકારનું આગોતરૂ આયોજન થઇ શકે તે માટે બનાવી છે. આ માર્ગદર્શિકાને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ વખાણતાં કહ્યુ છે કે, પોલીસ વિભાગમાં એક ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવતાં તમે રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારની ચિંતા કરી છે.

[google_ad]

 

રાજ્યના ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સ પોલીસ વિભાગના કર્મચારીઓ તેમજ તેમના પરિવારને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પોલીસ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં કામ કરતા અને મેડીકલ અભ્યાસ સાથે જોડાયેલા અધિકારીઓને પોલીસ પરિવારની સુરક્ષા માટે શું કરી શકાય તે માટેના સૂચનો મંગાવ્યા હતા. જે અંતર્ગત ડીસાના નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડૉ. કુશલ ઓઝાએ કોરોના મહામારીમાં ગુજરાત પોલીસ માર્ગદર્શિકા તૈયાર કરી છે. જેથી રાજ્ય પોલીસવડાએ પણ તેમને અભિનંદન આપતાં કહ્યું કે, તમારી માર્ગદર્શિકા આગામી સમયમાં પોલીસ વિભાગને કોરોનાથી કઇ રીતે બચાવી શકાય તે માટે ઉપયોગી બનશે. જે માટે રાજ્યના પોલીસ વડા અને પોલીસ પરિવાર વતી હું અભિનંદન આપું છું.

[google_ad]

Advt

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ડૉ. કુશલ ઓઝાએ પોતાના મેડિકલ અભ્યાસ તેમજ આરોગ્યની મેળવેલા જ્ઞાનના આધારે ગુજરાત પોલીસ વિભાગ માટે માર્ગદર્શિકા તૈયાર કરી છે. જે માર્ગદર્શિકામાં પોલીસ વિભાગના કર્મયારીઓથી લઇ તેમના પરિવારની વિગતો ઉલ્લેખ કરવામાં આવેલો છે. પોલીસ પોતાના તેમજ પોતાના પરિવારના સભ્યોની તમામ માહિતીનો આ માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરશે.

[google_ad]

 

માર્ગદર્શિકા જે-તે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી પાસે જમા કરાવવાની રહેશે. જેથી પોલીસ કર્મચારીઓ માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરેલી તમામ બાબતો જેવી કે, કોરોના વેક્સિન લીધી છે કે કેમ ? , તમને કોરોના થયો છે કે કેમ ? , કોરોના બાદ અત્યારે તમારી શારીરિક સ્થિતિમાં શું પરિવર્તન છે ? , તમને અન્ય કોઇ બીમારી છે કે કેમ ? ,ધરમાં કેટલા લોકોને કોરોના થયો છે ?

[google_ad]

 

આ તમામ બાબતોની તલસ્પર્શી માહિતી પોલીસ સ્ટેશનમાં રહેશે. જેથી કોરોનાની ત્રીજી લહેર સમય કયા પોલીસ કર્મચારીને કેટલી તકેદારી રાખવી જોઇએ તે બાબતે ગુજરાત પોલીસ વિભાગ યોગ્ય પગલાં લઈ શકે.

 

From – Banaskantha Update


Share