ડીસામાં જવેલર્સ એસોસિયેશનના વેપારીઓએ હોલમાર્કને લઇ સ્વયંભૂ બંધ પાળ્યો

Share

બનાસકાંઠા જીલ્લામાં સોમવારે સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ભારત સરકાર દ્વારા હોલમાર્કને લઇ નક્કી કરવામાં આવેલા નિયમના વિરોધમાં બંધ પાળીને સરકાર દ્વારા આ કાયદો પરત ખેંચવાની માંગ કરી છે.

[google_ad]

તાજેતરમાં ભારત સરકાર દ્વારા સોનાના હોલમાર્કમાં 6 અક્ષરનો એચ.યુ.આઈ.ડી. કોડ મુકવાના લેવાયેલા નિર્ણયને લઇ સુવર્ણકાર એસોસિયેશનમાં નારાજગી જોવા મળી રહી છે.

[google_ad]

સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓનું માનવું છે કે, કોરોના કાળને પગલે ધંધા રોજગાર પર માઠી અસર પડી છે અને તેવામાં સરકાર દ્વારા લદાયેલા આ નિયમને પગલે વેપારીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડશે.

[google_ad]

વેપારીઓ જણાવી રહ્યા છે કે, દાગીનાના હોલમાર્ક કરવામાં જ આઠેક દિવસ જેટલો સમય વીતી જાય છે અને આ નિયમને પગલે સોના-ચાંદીના ધંધા રોજગાર ભાંગી પડશે અને તેનાથી બેકારીમાં વધારો થશે.

 

From – Banaskantha Update


Share