બનાસકાંઠાના ખેડૂતોને સરકારની સાત પગલાં યોજના અંતર્ગત ખેડૂતોએ મોટા પ્રમાણમાં લાભ મેળવ્યો

Share

ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તે માટે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપક્રમે રાજ્યભરના 33 જીલ્લાના 80 સ્થાનોએ આયોજિત સાત પગલાં કૃષિ કલ્યાણના યોજનાનું ઇ-લોન્ચિંગ ગાંધીનગરથી કર્યુ હતું. રાજ્યના સંતુલિત વિકાસ માટે એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેક્ટર સહિતના ગ્રોથમાં નવા સંશાધનો અને આધુનિક ખેતી પદ્ધતિ સાથે ગુજરાત વિકાસનું આગવું રોલ મોડેલ બન્યું છે. જેમાં બનાસકાંઠાના પણ ખેડૂતોએ મોટી સંખ્યામાં પાક સહાય યોજનાનો લાભ લઈને પોતાના ખેતરોમાં પાક સંગ્રહ માટેનું સ્ટ્રક્ચર બનાવ્યું છે.

[google_ad]

મુખ્યમંત્રીની સાત પગલાં યોજના અંતર્ગત કૃષિ-ખેતીવાડી અને ધરતીપુત્રોના આર્થિક ઉત્થાન સાથે પાક સંગ્રહ શરૂ કરી છે જેમાં નાના-સીમાંત ખેડૂતોને પાક સ્ટ્રકચર યોજનામાં ખેડૂતને આવા ગોડાઉન સ્ટ્રકચર માટે રૂ. 30,000 ની મહત્તમ સહાય સરકાર આપે છે રાજ્ય સરકારે રાજ્યના લાખો ધરતીપુત્રોને સહાય ચૂકવી છે આ સહાયના પરિણામે રાજ્યના ખેડૂતોના પોતાના ખેતરના ગોડાઉનમાં 2 લાખ 32 હજાર ટન અનાજની સંગ્રહ શક્તિ વધશે તેમજ પાકનો બગાડ અટકશે જેથી આ યોજનાઓ બનાસકાંઠાના અનેક ખેડૂતોએ લાભ લઈને પોતાના ખેતરમાં પાક સંગ્રહ માટેનું સ્ટ્રક્ચર બનાવ્યું છે જેમાં પાલનપુર તાલુકાના ગામના અનેક ખેડૂતોએ પાક સંગ્રહ યોજનાનો લાભ લઈને પોતાના ખેતરમાં પાક સંગ્રહ માટેનું પાકું ગોડાઉન બનાવ્યું છે.

[google_ad]

પહેલા મારા ખેતરમાં પાક ખુલ્લામાં રાખવો પડતો હતો અને ચોમાસામાં તે પલળી જવાથી મને નુકસાન થતું હતું તો પાક કે ઘાસ મુકવાની જગ્યા ન હોવાથી મારે ઘાસની વધારે જરૂરિયાત હોય તો પણ ઓછું લાવવું પડતું હતું. જો કે, પહેલા ખેડૂતોના ખેતરમાં પાક સંગ્રહ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેમને ખુબજ તકલીફ રહેતી હતી જો કે મેં આ યોજનાનો લાભ લઈને અનેક ખેડૂતોએ ખેતરમાં ગોડાઉન બનાવ્યું છે જેથી હવે તેમને પાક બગાડવાની કોઈ ચિંતા નથી અને તેવો અન્ય પાક સહિત ઘાસ પણ મોટા પ્રમાણમાં સંગ્રહ કરી શકતા હોવાથી આ યોજનાએ તેમને મોટો ફાયદો કરાવ્યો છે જેથી ખેડૂતો સરકારનો ખુબ આભાર માની રહ્યા છે.

[google_ad]

મુખ્યમંત્રીની સાત પગલાં યોજના અંતર્ગત બનાસકાંઠામાં પાક સંગ્રહ યોજનાઓ લાભ લેવા માટે 30 હજાર જેટલા ખેડૂતોએ અરજીઓ કરી છે જેમાંથી હાલ 1893 જેટલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળી ગયો છે અને અનેક ખેડૂતોને લાભ ટૂંક સમયમાં મળવાનો છે જેથી ખેડૂતોને આર્થિક રીતે મોટો ટેકો થાય છે અને ખેડુતોનો પાક ગોડાઉનમાં સુરક્ષિત રીતે પડી રહે છે અને ખેડૂતોનો માલ કે પાક બગડતો નથી.

[google_ad]

આ અંગે બનાસકાંઠા જીલ્લા ખેતીવાડી વિસ્તરણ અધિકારી વિનોદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકાર તરફથી વર્ષ 2020-21 થી સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત કુલ સાત યોજના બહાર પાડવામાં આવી હતી જે તમામ યોજનાઓ ખેડૂત લાભાર્થીઓ માટે જ હતી જેમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર નામની સરકારી યોજના બહાર પાડી છે આ યોજનાનો ઉદ્દેશ્ય મુખ્ય એ જ છે ખેડૂતો પાસે પાકું બાંધકામ કે સ્ટ્રક્ચર ન હોવાથી ખેડૂતોએ પકવેલો માલ ખરાબમાંથી નીકાળીને સગવડ ના હતી એટલે વ્યય થતો કોલેટી ગુણવત્તા,વજનમાં,બધીજ રીતે નુકસાન થતું જે સરકારના કાને આ વાત ધ્યાને આવતા ખેડૂતો માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના બહાર પાડવામાં આવી જેથી કરી ખેડૂત પોતાનો પકવેલો માલ વ્યવસ્થિત રીતે અને સારી જગ્યાએ એનો સંગ્રહ અનાજની કાપણી કર્યા પછીની જે ગુણવત્તા છે એનો વજન છે એની કોલેટી છે રમાં ઓછાં ઓછું નુકસાન થાય એ માટેની આ યોજના છે.

[google_ad]

અત્યારે સુધી બનાસકાંઠા જીલ્લામાં 1893 થી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લીધો છે નાણાંકીય રીતે જોઈએ તો 3 કરોડ 56 લાખ 85 હજાર કરતા વધુ સહાય ખેડૂતોના સીધે સીધા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો છે નાનામાં નાના ખેડૂતોને આનો લાભ મળ્યો છે ત્યારે પણ ખેડતો મોટા પ્રમાણમાં લાભ લઇ રહ્યા છે

 

From – Banaskantha Update


Share