ડીસાના સદરપુર ગામમાં મહિલાને નજીવી બાબતે માર મારતાં પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ

Share

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ન જેવી બાબતે મારામારીના બનાવો વધી રહ્યા છે.ત્યારે ડીસા તાલુકાના સદરપુરના સવાણીપુરા ખાતે રહેતા રમીલાબેન મુકેશભાઈ ઠક્કર પોતાના ઘરે હતા. તે દરમિયાન ગામનો યુવક સુરપાલસિંહ પ્રતાપસિંહ ઠાકોર ઘર આગળ આવીને ફોન પર કોઈકને કહેતો હતો કે કાંતિ ઠક્કરની દુકાન આગળ ઉભો છું તેવુ કહેતા રમીલાબેન ઠક્કર કહ્યું કે કાંતિભાઈ ઠક્કર મારા સસરા થાય છે. તે વર્ષો પહેલા ગુજરી ગયા છે. મુત્યુ પામનારને તું કેમ તુકારા આપે છે.

[google_ad]

તેમ કહેતા સુરપાલસિંહ ઠાકોર ઉશ્કેરાઈ જઈ ભૂંડી ગાળો બોલવા લાગેલ ત્યારે રમીલાબેન ઠક્કરે ગાળો બોલવાની ના કહેતા વધુ ઉશ્કેરાઈ જઈ લીમડાની ડાળી વડે મારમારવા લાગેલ રમીલાબેન ઠક્કરને વધુ મારમારતાં લોહી નીકળતા નીચે પડી બુમાબૂમ કરતા આજુ-બાજુના લોકો દોડી આવી વધુ મારમારતા છોડાવેલ સુરપાલસિંહ ઠાકોર જતાં-જતાં કહેતો ગયો કે આજે તો બચી ગયા પરંતુ લાગ આવશે તો જાનથી મારી નાખીશ તેવું કહી જતા રહેલ ત્યારબાદ રમીલાબેનને સારવાર માટે ખસેડાયા હતા.

[google_ad]

Advt

રમીલાબેન ઠક્કરે ડીસા તાલુકા પોલીસ મથકે સુરપાલસિંહ પ્રતાપસિંહ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ અંગે કાર્યવાહી હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share