સૂઈગામ-ભાભર હાઇવે પર બે બાઇકો ટકરાતાં એક યુવકનું મોત, ૩ યુવકો ઘાયલ

Share

સૂઈગામ તાલુકાના મોરવાડા અને દેથળી ગામના યુવાનો રવિવારે બહેન પાસે રાખડી બંધાવી ગઢા ગોગ મહારાજના મંદિરે દર્શન કરવા નીકળેલા સૂઈગામ ભાભર હાઇવે પર બે બાઈક વચ્ચે અકસ્માત થતા એક યુવાનનું મોત નીપજ્યું હતું.જયારે ત્રણ યુવાનો ગંભીર ઘાયલ થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

[google_ad]

બોરૂડા-લોદરા ગામોની વચ્ચે રવિવારે બપોરે બે બાઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જ્યાં હાઇવે પર બે બાઇકો સામસામે ધડાકાભેર ટકરાતાં ગમખ્વાર અકસ્માતમાં બંને બાઇકો પર સવાર ચાર યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા,જે પૈકી એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ઘાયલ 3 યુવકોને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

[google_ad]

Advt

બંને બાઇક પૈકી એક બાઇક સૂઈગામ તાલુકાના મોરવાડા ગામના હોવાનું અને એ ગઢા ગોગ મહારાજના મંદિરે દર્શન કરી પરત ફરતા હતા,જ્યારે અન્ય એક બાઇક વાવ તાલુકાના દેથળી ગામનું હોવાનું અને તેમાં સવાર બંને યુવકો ઘાસચારા માટે જતા હોવાનું જાણવા મળ્યું છે,જ્યાં દેથળી ગામના ખેમજીભાઈ રઘનાથભાઈ ચૌધરી અકસ્માતમાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તો પૈકી 2 ની હાલત ગંભીર હાલતમાં હોવાથી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જો કે ઘટનાની જાણ વારાહી પોલીસને થતા પોલીસે લાશને પીએમ અર્થે ખસેડયો હતો.

[google_ad]

 

ઈજાગ્રસ્ત
(1) લાલાભાઇ નરસિંહભાઇ સાધુ.(રહે.દેથળી,સૂઈગામ)
(2) તુલસીભાઈ શંકરજી ઠાકોર.(રહે.મોરવાડા,સૂઈગામ)
(3) જેમલભાઈ ઠાકોર.(રહે.મોરવાડા,સૂઈગામ)

From – Banaskantha update


Share