કાંકરેજમાં ડીસાના લોકોને નડ્યો અકસ્માત : ટર્બો અને જીપડાલું સામસામે ટકરાતાં 9ને ઇજા

Share

ડીસા તાલુકાના બોડાલ ગામના લોકો શનિવારે સવારે જીપડાલા નંબર GJ-08-Y-9261માં બેસી મરણ પ્રસંગમાં કાંકરેજના ચેખલા મુકામે જતા હતા. ત્યારે કાંકરેજ તાલુકાના બુકોલી ગામેથી સુજલામ સુફલામ નહેર અને ટેલિફોન એકસચેન્જ આગળ ભયાનક વળાંકમાં ટર્બો નંબર GJ-08-AU-4242 અને જીપડાલું સામ સામે ટકરાતા જીપડાલામાં બેઠેલાં નવ લોકોને નાની-મોટી ઈજાઓ થતા સારવાર માટે ખાનગી ગાડીમાં શિહોરી લઈ જવામાં આવ્યા હતા. જેમાં પાંચ લોકોને વધુ સારવાર માટે પાટણ રીફર કરવામાં આવ્યા હતા.

[google_ad]

આ ઘટનાને લઇ શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા શિહોરી પીએસઆઇ એચ.એલ.જોષી દ્વારા સ્થળ પર હરદાસભાઈ ચૌધરી અને ચરણભાઈને તાત્કાલિક મોકલીને બન્ને વાહન દૂર કરીને ટ્રાફીક હટાવવામાં આવ્યું હતું અને છેલ્લે જાણવા મળ્યું હતું. આ ઘટનાને અંગે કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી.

 

From – Banaskantha Update


Share